હોમ પેજ / રેસિપી / રાજકોટ નું પ્રખ્યાત ચાપડી ઊંધીયું(તાવો)

Photo of rajkot famos chapdi undhiu( tavo) by Hiral Pandya Shukla at BetterButter
985
5
0.0(0)
0

રાજકોટ નું પ્રખ્યાત ચાપડી ઊંધીયું(તાવો)

Mar-28-2019
Hiral Pandya Shukla
20 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજકોટ નું પ્રખ્યાત ચાપડી ઊંધીયું(તાવો) રેસીપી વિશે

આ રાજકોટ ની ફેમશ ડીશ છે....ઘણા લોકો માતાજી ની માનતા કરે તો તાવો માને છે અને ધરાવે છે... હવે તો ઘણી જગ્યાએ લગ્ન પ્રસંગે રાત ના જમણ માં તાવો બનાવે અથવા જન્મદિન નિમિત્તે પણ પાર્ટી મા પણ તાવો ગરમાગરમ પીરસાય છે...

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • તળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ઘઉંનો લોટ કરકરો
  2. 1 કપ ઘઉંનો જીણો લોટ
  3. 1/4 કપ સુજી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 ચમચી તલ
  6. 1 ચમચી જીરુ આખું
  7. 1 ચમચી અજમો
  8. 3 ચમચી તેલ
  9. 1 કપ નવશેકુ પાણી લોટ બાંધવા
  10. તેલ તળવા માટે
  11. ઊંધીયું માટે:-
  12. 1 મોટો કપ મીકસ વેજ સમારેલ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 3 ચમચા તેલ
  15. 1 ચમચી રાઈ
  16. 1 ચમચી જીરું
  17. 1/2 ચમચી હીંગ
  18. 1 નંગ તમાલપત્ર
  19. 1 લાલ સુકું મરચુ
  20. પાણી જરુર મુજબ
  21. 1 ચમચી હળદર
  22. 2 ચમચી લાલ મરચું
  23. 2 ચમચી ધાણાજીરુ
  24. 1 ચમચી ગરમ મસાલો
  25. 1 કપ ટમેટાં ની પ્યુરી
  26. 1 કપ ડુંગળી સમારેલી
  27. 1 ચમચી ઊધીયુ મસાલો

સૂચનાઓ

  1. ચાપડી ની બધી જ સામગ્રી ઉમેરી નવશેકા પાણી થી કઠણ લોટ બાંધવો.
  2. તેનું ગોળ બનાવી હાથ થી દબાવી દો.
  3. ગોળ ને જાડુ રાખવું...
  4. આ રીતે બધા ગોળ તૈયાર કરી લો.
  5. ગરમ તેલ માં સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો પણ ધીમા તાપે જ તળવુ નહીં તો અંદર કાચું રહેશે...
  6. ઊંઘીયુ માટે તેલ ગરમ કરી તેમાં વઘાર ના મસાલા ઉમેરો.
  7. ડુંગળી સોતળો.
  8. ટમેટાં પ્યુરી ઉમેરો...
  9. સુકા મસાલા ઉમેરો...
  10. શાક અને પાણી ઉમેરી કુકર ની 5 વ્હીસલ કરી લો...
  11. ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર