BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દહીં પાપડી ચાટ

Photo of DAHI PAPDI CHAAT by Asha Shah at BetterButter
254
4
0(0)
0

દહીં પાપડી ચાટ

Mar-29-2019
Asha Shah
60 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીં પાપડી ચાટ રેસીપી વિશે

ચાટ એ એવુ સ્ટીટ ફુડ છે.જેનું નામ લેતા જ મોંમા પાણી આવી જાય છે.ચાટ નુ ચટપટી ટેસ્ટ હોવા થી નાના મોટા સૌનૈ ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • ઉકાળવું
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. પાપડી બનાવવા માટે
  2. 1.1કપ ઘઉં નો લોટ
  3. 2 1/4ચમચી હલદર
  4. 3.મીઠું સ્વાદ મુજબ
  5. 4.પાણી
  6. 5.તલવા માટે તેલ
  7. લીલી ચટની
  8. 1.1/2કપ ફુદીનો
  9. 2.1કપ લીલા ધાણા
  10. 3.2ચમચી દાલીયા
  11. 4.2કલી લસણ
  12. 5.3લીલી મરચાં
  13. 6.1નાનો ટુકડો આદુ
  14. 7.1/2લીંબુ નો રસ
  15. 8.મીઠું સ્વાદ મુજબ
  16. 9.1/4ચમચી સંચર
  17. 10.પાણી 1/2કપ
  18. આંબલી ની ચટની
  19. 1.1 કપ આંબલી
  20. 2.1કપ ગોડ કે ખાંડ
  21. 3.1ચમચી લાલ મરચું પાવડર
  22. 4.1/2ચમચી શેકેલા જીરા નો પાવડર
  23. 5.મીઠું સ્વાદ મુજબ
  24. 6.પાણી
  25. 2વાડકી દહીં
  26. ચાટ માટે
  27. 1.2બાફેલા બટાકા બારીક સમારેલા
  28. 2.1ડુંગરી બારીક સમારેલી
  29. 3.1ટામેટું ઝીણું સમારેલુ
  30. 4.ફણગાવેલા મગ 1 વાડકી
  31. 5.બુંદી 1 વાડકી
  32. 6.દાડમ 1વાડકી
  33. 7.ઝીણી સેવ
  34. 8.ચાટ મસાલો
  35. 9.લાલ મરચુ
  36. 10.શેકેલા જીરા નો પાવડર
  37. 11.સંચર
  38. 12.લીલા ધાણા સમા રેલા
  39. સેવ માટે
  40. 1.1કપ બેસન
  41. 2.મીઠું સ્વાદ મુજબ
  42. 3.1/4ચમચી હલદર
  43. 4.પાણી
  44. 5.તલવા માટે તેલ
  45. બુંદી માટે
  46. 1.1કપ બેસન
  47. 2.મીઠું સ્વાદ મુજબ
  48. 3.પાણી
  49. 4.તલવા માટે તેલ

સૂચનાઓ

  1. 1.એક બાઉલ મા ઘઉં નો લોટ લઇ તેમાં મીઠું ,હલદર પાણી નાખી થોડે કઠણ લોટ બાંધી 10મીનૂટ આરામ આપી લોટ એક સરખો કરી લુઆ કરી રોટલી જરાક જાડી કરી ગ્લાસ ને ઊંધુ કરી પુરી કરવી .પુરી પર કાંટા ની મદદ થી ખાડા કરી ધીમા તાપે કકરી થાય ત્યા ં સુધી તડી લેવી .
  2. 2.આંબલી ને ગરમ પાણી મા 3/4કલાક પલાડી મીકસર મા પીસી પલ્પ કાઢી લેવો.એક કડાઇ મા પલ્પ ,ગોડ,લાલ મરચું,મીઠું ,શેકેલા જીરુ નો પાવડર નાખી પાણી નાખી ઉકાડી લેવી.ઠડું થાય પછી વાપરવુ.
  3. 3.લીલો ધણો,ફુદીનો,દાલીયા,લીલુ મરચુ,લસણ,લીંબુ ,સંચર,મીઠું ,પાણી બધું મીકસર નાજાર મા લઇ પીસી લેવુ.
  4. 4.સેવ માટે બેસન મા મીઠું,હલદર જરાક તેલ નાખી ચમચી ની મદદ થી જરાક જરાક પાણી રેડી લોટ બાંધવો.સેવ પાડવાના મશૂન મા ઝીણી સ્વ ની બ્લેડ મુકી ગરમ તેલ મા સેવ પાડી બંને બાજુ ફેરવી કાઢી લેવી .
  5. 5.બુંદી માટે બેસન મા મીઠુ નાખી થોડુ થોડુ પાણી રેડી ઢોસા જેવુ બેટર બનાવવુ.ચમચા થી જારા મા બેટર મુકી ગરમ ગરમ તેલ મા બુદી પાડી કી્સપી થાય ત્યાં સુધી તડી કાઢી લેવી.ઉપર થી લાલ મરચુ કે ચાટ મસાલો છાંટી શકાય .
  6. 6.મગ ને આગલા દીવસ પાણી મા પલાડી બીજા દીવસ પાણી માંથી કાઢી રુમાલ મા વીટી લેવા.અંકુર નીકડી આવશે.
  7. 7.દહીં ને ફેટી લેવુ .બધી વસ્તુ રેડી કરી લેવી.
  8. 8.સવીૅગ ડીશ મા પુરી મુકી ઉપર બટાકા મુકી ,ફણગાવેલા મગમુકવા .
  9. 9.બુંદી,ડુંગરી,ટામેટા મુકવા .લાલ મરચુ,ચાટ મસાલો,મીઠું,સંચર મુકવુ.બંને ચટની મુકવી.
  10. 10.દહીં રેડી ઉપર થી દાડમ ના દાણા,સેવ,લીલાધાણા,લાલ મરચુ,ચાટ મસાલો છીડકી સવૅ કરવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર