હોમ પેજ / રેસિપી / ટીબેટીયન લાપીંગ (યલો લાપીંગ)

Photo of Tibetan Laping(Yellow Laping) by Bharti Khatri at BetterButter
150
7
0.0(0)
0

ટીબેટીયન લાપીંગ (યલો લાપીંગ)

Mar-30-2019
Bharti Khatri
300 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટીબેટીયન લાપીંગ (યલો લાપીંગ) રેસીપી વિશે

ટીબેટીયન લાપીંગ એ નેપાળી સ્ટ્રીટફૂડ છે. તેને યલો લાપીંગ પણ કહે છે. તે મેંદા ના લોટ મા મીંઠુ નાખી પાણી થી રોટલી જેવો લોટ બાંધી તે લોટ મા પાણી રેડી હાથ થી મસળીને કાંજી(સ્ટાચૅ) અલગ કરી ને તે કાંજી થી લાપીંગ તૈયાર કરી તેમા ચીલીસોસ લગાવી ને ટુકડા કરી લાપીંગસોસ સાથે પીરસવા મા આવે છે. ખરેખર સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • કિટ્ટીપાર્ટી
 • જાપાનીઝ
 • શેકેલું
 • બાફવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. કાંજી(સ્ટાચૅ) બનાવવા માટે :-
 2. ૨ કપ મેંદો
 3. ચપટી મીંઠુ
 4. ૧ ચમચી યીસ્ત
 5. ચીલીસોસ બનાવવા માટે :-
 6. ૮ થી ૧૦ કળી લસણ
 7. ૧ ચમચો ચીલી ફ્લેક્સ
 8. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
 9. ૧/૨ ચમચી બુરુ ખાંડ
 10. ૧.૫ ચમચી તલ શેકેલા
 11. ૧ ચમચી તલ વાટેલા
 12. ૧ ચમચી સોયાસોસ
 13. ૧/૨ ચમચી મરી પાઉડર
 14. ૨ ચમચા તલ નુ તેલ
 15. ૧/૨ ચમચી મેથી દાણા
 16. ૮ થી ૧૦ મરી
 17. મીંઠુ સ્વાદમુજબ
 18. લાપીંગ સોસ માટે :-
 19. ૨ ચમચી લસણ નુ પાણી
 20. ૧ ચમચો લીલી ડુંગળી ઝીણી સમારેલી
 21. ૨ ચમચી સોયાસોસ
 22. ૧ ચમચી વિનેગર
 23. ૧/૨ ચમચી મીંઠુ
 24. ૧ ચમચી શેકેલા તલ
 25. ૩ ચમચી ચીલીસોસ
 26. ૧/૪ કપ તલ નુ તેલ
 27. ચપટી પીળો રંગ લાપીંગ માટે

સૂચનાઓ

 1. ૨ કપ મેંદા મા મીંઠુ મિક્સ કરી રોટલી જેવો લોટ બાંધી લેવો અને અડધો કલાક ઢાંકી ને મુકવો.
 2. હવે બાફેલા લોટ મા ૧ ગ્લાસ પાણી નાખીને હાથ થી મસળીને કાંજી(સ્ટાચૅ) અલગ કરી લેવો આમ ફરી એક વાર કરવુ.
 3. આ રીતે મસળીને લોટ વાળુ પાણી ગાળી લેવુ.
 4. હવે આ કાંજી વાળુ પાણી ૪ થી ૫ કલાક હરાવ્યા વગર ઢાંકી ને મુકવુ જેથી કાંજી અલગ થશે.
 5. હવે આ બચેલ લોટ મા યીસ્ત નાખી ચમચી થી બરાબર મિક્સ કરી અડધો કલાક ઢાંકી ને મુકવુ.
 6. હવે ઢોકળા ના કૂકર મા યીસ્ત વાળા લોટ ને અડધો કલાક બાફવા મુકવો.
 7. આ રીતે બફાઈ જાય એટલે તેને ઠંડુ થવા દેવુ.
 8. આ રીતે કટકા કરી લેવા.
 9. હવે ચીલીસોસ બનાવવા માટે ૬ થી ૭ કળી લસણ ને મીંઠુ નાખી પીસી લેવુ. હવે વાટકા મા ચીલી ફ્લેક્સ, લાલ મરચુ પાઉડર, મીંઠુ, બુરુ ખાંડ, વાટેલુ લસણ, સોયાસોસ, અને મરી પાઉડર, વાટેલા તલ નાખી બધુ બરાબર મિક્સ કરવું.
 10. હવે કડાઈ મા તલ નુ તેલ ગરમ કરી તેમા મેથી ના દાણા, મરી અને તલ ચટકાવી તે ગરમ તેલ ને મિક્સ કરેલ મસાલા મા નાખીને એકાદ સેકન્ડ ઢાંકી દેવુ.
 11. આ રીતે ગરમ ગરમ તેલ રેડવા થી મસાલો શેકાય જશે. પછી બરાબર હલાવી મિક્સ કરી લેવું.
 12. તીખો ટમટમાટ ચીલીસોસ તૈયાર છે.
 13. લાપીંગ સોસ તૈયાર કરવા માટે એક વાટકી મા લસણ ની કળીયો ને પીસી ને તેમા પાણી ઉમેરી ૩ થી ૪ કલાક પલાળી ને રાખેલ છે. હવે એક વાટકી મા લસણ નુ પાણી ૨ ચમચી, લીલી ડુંગળી, સોયાસોસ, આપણે તૈયાર કરેલ ૨ થી ૩ ચમચી ચીલીસોસ, ૧/૪ કપ તલ નુ તેલ અને શેકેલા તલ મિક્સ કરી બરાબર હલાવી લેવુ લાપીંગ સોસ પણ તૈયાર છે.
 14. હવે કાંજી અલગ કરવા મુકેલ બાઉલ ધીમે રહીને લેવો તમે જોઈ શકો છો કે તેમા પાણી ઉપર છે અને કાંજી નીચે બેસી ગઈ છે. હવે હળવે થી સહેજ પાણી રહેવા દઇ બીજુ પાણી કાઢી લેવુ.
 15. હવે તેમા પીળો કલર નાખી બરાબર મિક્સ કરી લેવું.
 16. હવે ઢોકળા મુક્યે છે એમજ ઢોકળીયા મા ડીશ મા તેલ લગાવી કાંજી વાળુ મિશ્રણ એકદમ પાતળું પડ રહે એ રીતે પાથરવુ અને ૨ થી૩ મિનિટ સુધી ઢાંકીને બફાવા દેવુ.
 17. હવે બફાઈ ગયા પછી તે પડ પર તેલ લગાવી લેવુ અને હળવેક થી કાઢી લેવું આ રીતે પાટડું પડ તૈયાર કરવું.
 18. આ રીતે પડ તૈયાર થશે.
 19. હવે કેવી રીતે પિરસવું. આ લાપીંગ ને બે રીતે પીરસી શકાય. હવે એક પડ ડીશ મા લેવુ તેમા આપણે તૈયાર કરેલ ચીલીસોસ બધી બાજુ સારી રીતે ચોપડી દેવો. હવે તેમા આપણે વધેલ યીસ્ત વાળો લોટ બાફી ને ટુકડા કરેલા તે મૂકી ગોળ ગોળ બીડા ની જેમ વાળી લેવું.
 20. આ રીતે રોલ કરી સરખા ટુકડા કરી લેવા અને પીરસવા.
 21. હવે બીજી રીતે ફરી એક પડ લઈ તેના પર ચીલીસોસ ચોપડી ટુકડા કરી લેવા પ્લેટ મા લઈ તેમા તૈયાર કરેલ લાપીંગ સોસ રેડવો અને ઝીણી સમારેલી લીલી ડુંગળી અને યીસ્ત વાળા લોટ ના ઝીણા ટુકડા કર લાપીંગ ઉપર ભભરાવી સજાવી ને પિરસવું. ખરેખર ખુબ જ સરસ સ્વાદ છે તીખો, ગળ્યો, ખાટ્ટો. એકદમ અલગ જ સ્વાદ. ખુબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ તૈયાર છે આપણું ટીબેટીયન લાપીંગ(યલો લાપીંગ) ની મજા માણો. :ok_hand::yum:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર