હોમ પેજ / રેસિપી / સેવ પુરી

Photo of Sev puri by Shraddha Patel at BetterButter
606
3
0.0(0)
0

સેવ પુરી

Mar-30-2019
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ પુરી રેસીપી વિશે

દરેક શહેર મા અલગ અલગ જાત ની ચાટ મળતી હોય છે. તેમજ બધા નો ચાટ ખાવાની પસંદગી પણ અલગ અલગ હોઈ છે જેમ કે કોઈ ને તીખી ગમે કોઈ ને વધુ ડુંગળી વાળી ગમતી હોય તો કોઈ ને મીઠી પસંદ હોય છે. એવી જ આ સેવ પુરી ખુબજ સ્વાદીષ્ટ લાગતી હોય છે તો જરૂર થી બનાવજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ મેંદો
  2. જરૂર મુજબ પાણી
  3. તેલ મોંણ માટે તેમજ તળવા માટે
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. 2 ચમચી આખું જીરુ
  6. 1 ચમચી મરી પાવડર
  7. બે નંગ બાફેલા બટાકા
  8. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  9. ચાટ મસાલા જરૂર મુજબ
  10. કોથમીર મરચા ની લીલી ચટણી જરૂર મુજબ
  11. લસણ ની ચટણી જરૂર મુજબ
  12. ખજૂર આમલી ની મીઠી ચટણી જરૂર મુજબ
  13. ઝીણી સેવ એક કપ
  14. એક નંગ બારીક સમારેલી ડુંગળી
  15. 5-6 ચમચી બારીક સમારેલી કોથમીર
  16. અડધો કપ દાડમ ના દાણા

સૂચનાઓ

  1. પુરી બનાવવા માટે:
  2. એક કાથરોટ મા મેંદો ચાળી લો. તેમાં મીઠું, મુઠી પડતું મોંણ, આખું જીરું અને મરી પાવડર નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરતાં જઈ કણક બાંધી લો.
  3. હવે કણક માંથી મોટી રોટલી વણી લો અને ફોર્ક થી કાણા કરી લો.
  4. હવે કુકી કટર કે કોઈ ગોળ ઢાંકણા ની મદદ થી એક સરખી ગોળ પુરી કટ કરી લો.
  5. આવી રીતે બધી પુરી વણી લો.
  6. ગરમ તેલ મા પુરી ને ક્રિસ્પી થાય એવી તળી લો. આ પુરી ને તમે હવાચુસ્ત ડબ્બા મા એક મહિના સુધી રાખી શકાય.
  7. ચાટ માટે :
  8. એક બાઉલ મા બાફેલ બટાકા ને છૂંદો, તેમાં મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી લો.
  9. હવે એક ડીશ મા પુરી ગોઠવો.
  10. તેના પર બટાકા નો મસાલો લગાવો.
  11. તેના પર ડુંગળી મૂકો.
  12. હવે તેના પર તમારી પસંદગી પ્રમાણે લીલી ચટણી, લસણ ની ચટણી અને ખજૂર આમલી ની ચટણી નાખો.
  13. હવે તેના પર સેવ ભભરાવો.
  14. કોથમીર અને દાડમ ના દાણા થી સજાવી લો અને ઉપર થી ચાટ મસાલો છાંટી ને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર