હોમ પેજ / રેસિપી / અમ્રીતસરી કુલચા વિથ છોલે

Photo of Amritsari kulcha with chholey by Shraddha Patel at BetterButter
433
2
0.0(0)
0

અમ્રીતસરી કુલચા વિથ છોલે

Mar-30-2019
Shraddha Patel
30 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અમ્રીતસરી કુલચા વિથ છોલે રેસીપી વિશે

આ વાનગી પંજાબ ની સૌથી પ્રખ્યાત વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. છોલે માટે :
  2. 3/4 કપ કાબુલી ચણા
  3. એક કપ ડુંગળી ની પ્યુરી
  4. એક કપ ટામેટા ની પ્યુરી
  5. એક ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ
  6. 4-5 ચમચી તેલ
  7. 1/2 ચમચી રાઈ
  8. 1/2 ચમચી જીરું
  9. 1 તમાલપત્ર
  10. 2-3 ચમચી છોલે મસાલા
  11. સ્વાદ પ્રમાણે મીઠું
  12. 1 ચમચી લાલ મરચું
  13. 1/2 ચમચી હળદર
  14. 1 ચમચી ધાણાજીરું
  15. 2 ચમચી બારીક સમારેલી કોથમીર
  16. કુલચા માટે :
  17. 2 કપ મેંદો
  18. સ્વાદ પ્રમાણે મીઠું
  19. 1/2 ચમચી બેકિંગ પાવડર
  20. ચપટી ખાંડ
  21. તેલ મોંણ માટે
  22. 2 ચમચી દહીં
  23. જરૂર મુજબ પાણી
  24. 2 નંગ બાફેલા બટાકા
  25. 1 નંગ બારીક સમારેલી કોથમીર
  26. 1/2 ચમચી બારીક સમારેલાં મરચા
  27. 1/4 ચમચી ગરમ મસાલો
  28. 1 ચમચી લીંબુ નો રસ
  29. 5-6 ચમચી બારીક સમારેલી કોથમીર
  30. 2 ચમચી કસૂરી મેથી
  31. શેકવા માટે ઘી

સૂચનાઓ

  1. છોલે માટે :
  2. ચણા ને ધોઈ ને 5-6 કલાક પલાળી મીઠું નાખી બાફી લો.
  3. એક કઢાઈ મા તેલ લઇ રાઈ જીરું તતડાવો અને તમાલપત્ર મૂકો.
  4. આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળી, ડુંગળી ની પ્યુરી સાંતળો.
  5. ત્યારબાદ ટામેટા ની પ્યુરી નાખી ચઢવા દો. તેલ છૂટવા માંડે એટલે મીઠું, હળદર, ધાણાજીરું, લાલ મરચું, છોલે મસાલા નાખો અને મિક્સ કરી લો.
  6. હવે બાફેલા ચણા નાખી જરૂર મુજબ પાણી ઉમેરી થવા દો. કોથમીર ભભરાવી પીરસો.
  7. કુલચા માટે :
  8. એક કાથરોટ મા મેંદો ચાળી લો. તેમાં મીઠું, બેકિંગ પાવડર, દહીં અને મોંણ નાખી મિક્સ કરી લો જરૂર મુજબ પાણી ઉમેરતાં જઈ કણક બાંધી લો. કણક ને કપડું ઢાંકી ને 15-20 મિનિટ રાખી મૂકો.
  9. એક બાઉલ મા બટાકા છૂંદો, તેમાં મરચું, મીઠું, ગરમ મસાલો, ડુંગળી અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી નાના નાના ગોળા બનાવી લો.
  10. હવે કણક માથી લુઆ પાડી અને અડધી વણી એમાં બટાકા ના મસાલા ના ગોળા મૂકી પેક કરી ને ફરીથી કુલચા વણી લો.
  11. તવા પર ઘી મૂકી કુલચા ને નાખો. ઉપર ની બાજુ પાણી લગાવી કોથમીર અને કસૂરી મેથી લગાવી બન્ને બાજુ ઘી મૂકી સોનેરી એવા શેકી લો.
  12. કુલચા અને છોલે સાથે ડુંગળી અને લસ્સી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર