હોમ પેજ / રેસિપી / ચાઈનીઝ ભેળ

Photo of Chinese bhel by Urvashi Belani at BetterButter
1366
5
0.0(0)
0

ચાઈનીઝ ભેળ

Mar-30-2019
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઈનીઝ ભેળ રેસીપી વિશે

આ રેસિપી માં ચાઈનીઝ ફ્લેવર ની ભેળ બનાવી છે, હક્કા નુડલ્સ ને બાફી ને પછી ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવ્યા છે અને તેને ચાઈનીઝ ગ્રેવી સાથે મિક્સ કરી સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 100 ગ્રામ હક્કા નુડલ્સ
  2. તળવા માટે + 3 ચમચી તેલ
  3. 1 ચમચી બારીક કાપેલું લસણ
  4. 1/2 ચમચી બારીક કાપેલું આદુ
  5. 1 લાબું સમારેલી ડુંગળી
  6. 1/2 કપ લાંબી સમારેલી પત્તાગોબી
  7. 1 લાબું સમારેલું ગાજર
  8. 1 લાબું સમારેલું શિમલા મિર્ચ
  9. 1 ચમચી સોયા સોસ
  10. 1 ચમચી ચીલી સોસ
  11. 2 થી 3 ચમચી ટામેટા સોસ
  12. 1/2 ચમચી વિનેગર
  13. 1/2 ચમચી કાળી મરી પાવડર
  14. સ્વાદાનુસાર નમક
  15. કોથમીર અથવા લીલી ડુંગળી

સૂચનાઓ

  1. એક વાસણ માં પાણી માં નમક અને 1 ચમચી તેલ નાખી ઉકળવા મુકો, જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેમાં નુડલ્સ નાખી ઉકાળો.
  2. જ્યારે નુડલ્સ બરાબર બફાઈ જાય ત્યારે તેને ચલણી માં કાઢી ઉપર ઠંડુ પાણી નાખી બરાબર ધોઈ લો.
  3. હવે તેને 5 થી 10 મિનિટ માટે સુકવી દો.
  4. ગરમ તેલ માં બાફેલા નુડલ્સ નાખો અને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યા સુધી તળો.
  5. ગ્રેવી બનાવવા માટે એક કઢાઈ માં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં લસણ ,આદુ અને ડુંગળી નાખી 1 મિનિટ ફૂલ આચ પર સાંતળો.
  6. હવે તેમાં અડધા ભાગના સમારેલા શાકભાજી નાખી 1 મિનિટ સાંતળો.
  7. હવે બધા સોસ, વિનેગર , કાળી મરી અનેં નમક નાખી મિક્સ કરી ગેસ બન્દ કરી દો.
  8. એક વાટકા માં તળેલા નુડલ્સ, ચાઈનીઝ ગ્રેવી અને બાકી વધેલા શાકભાજી ઉમેરી બરાબર મિક્સ કરો
  9. સરવિંગ પ્લેટ માં ચાઈનીઝ ભેળ નાખી ઉપર કોથમીર અથવા લિલી ડુંગળી નાખી ટામેટા સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર