હોમ પેજ / રેસિપી / વેજીટેબલ પેનકેકસ

Photo of Vegetable Pancakes by Poonam Gupta at BetterButter
620
0
0.0(0)
0

વેજીટેબલ પેનકેકસ

Mar-30-2019
Poonam Gupta
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ પેનકેકસ રેસીપી વિશે

કોઈપણ શાકભાજી કોઈને પણ ખવડાવવાની સુંદર રીત.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • જાપાનીઝ
  • શેલો ફ્રાય
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ બેસન
  2. 2 ટેબલ સ્પૂન મેંદો
  3. 1 ટેબલ સ્પૂન ચોખા નો લોટ
  4. 1/2 ચમચી મરી પાવડર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ચમચી હળદર
  7. 1/2 ચમચી બેકિંગ પાઉડર
  8. 1/2 કપ દહી
  9. પાણી જરૂર મુજબ
  10. 1 કપ છીણેલી કોબી
  11. 1 કપ ઝીણી સમારેલી કોથમીર
  12. 1 કપ છીણેલા ગાજર
  13. 2 કપ ઝીણી સમારેલી પાલક
  14. 1/2 કપ સમારેલી લીલી ડુંગળી
  15. તેલ શેલો ફ્રાય કરવા માટે
  16. 1/2 કપ સમારેલી લીલી ડુંગળી સજાવવા માટે

સૂચનાઓ

  1. એક મોટા બાઉલમાં બેસન મેદો ચોખા નો લોટ મરી પાવડર મીઠું હળદર અને બેકિંગ પાઉડર લો અને મિક્સ કરો.
  2. હવે તેમાં દહી અને પાણી નાખી ખીરું બનાવો.
  3. હવે તેમાં કોબી કોથમીર ગાજર પાલક અને લીલી ડુંગળી નાખી મિક્સ કરો.
  4. હવે ખીરું મીડિયમ ઘટ્ટ રહે તેવું બનાવો.
  5. હવે એક નૉન સ્ટિક પેનને મીડિયમ ફ્લેમ પર ગરમ કરો.
  6. હવે તેમાં થોડું તેલ લગાવીને આખા પેનને ચીકણું કરો.
  7. હવે એક ચમચા વડે ખીરું પાથરો અને થોડું તેલ લગાવી બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકો.
  8. હવે પેનકેક ને પ્લેટમાં કાઢી લો.
  9. તેને લીલી ડુંગળીથી સજાવી લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર