BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Vadapav fondue

Photo of Vadapav fondue by Disha Chavda at BetterButter
1
6
0(0)
0

Vadapav fondue

Mar-30-2019
Disha Chavda
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૪ થી ૫ બાફેલા બટાકા
  2. ૨ કપ ચણા નો લોટ
  3. ૨ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  4. ૧ લીંબુ નો રસ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧ ચમચી લાલ મરચું
  8. ૧ ચમચી ગરમ મસાલો
  9. ચપટી મરી પાઉડર
  10. ચપટી ઇનો
  11. ૩ ચમચી તેલ
  12. કોથમીર
  13. ફોન્ડયૂ માટે
  14. ૧ કપ ચીઝ
  15. ૮ થી ૧૦ ચમચી દૂધ
  16. ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
  17. ૧/૨ ચમચી ઓરેગાનો
  18. ૮ થી ૧૦ વડાપાઉં નાં પાઉં
  19. ૩ થી ૪ ચમચી બટર
  20. ૧/૨ કપ ગ્રીન ચટણી
  21. ૧/૨ કપ લસણ ની ચટણી

સૂચનાઓ

  1. બાફેલા બટાકા નો છૂંદો કરવો. ચણા નાં લોટ માં મીઠું અને પાણી નાખી ને ખીરું બનાવવું.
  2. કડાઈ મા તેલ મૂકી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી સૂકા મસાલા બધા નાખી દેવા. સહેજ શેકાઈ એટલે બટાકા નો છૂંદો નાખી મીઠું અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી દેવું. સહેજ ઠંડુ થાય એટલે બોલ વાળી દેવા.
  3. ચણા નાં લોટ માં ઇનો નાખી સરખું મિક્સ કરી ને બોલ બોળી ને તળી લેવા.
  4. ચીઝ માં દૂધ નાખી માઇક્રોવેવ મા અથવા તો ગેસ પર ગરમ કરી દેવું. ચીઝ મેલ્ટ થઈ ને મિલ્ક સાથે એકરસ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. ત્યાર બાદ તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખવો. ચીઝ ફોન્ડયૂ તૈયાર.
  5. પાઉં ને વચ્ચે થી કાપી તેને બટર લગાવી બેય બાજુ સરખું શેકી લેવું. ત્યાર બાદ એક બાજુ લસણ ની ચટણી અને બીજા પાઉં પર ગ્રીન ચટણી લગાવી વડા મૂકી તેના નાના ટુકડા કરવા. ટૂથપિક ભરાવી પ્લેટ માં ગોઠવવા. અને ગરમ ગરમ ચીઝ ફોન્ડયૂ સાથે સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર