હોમ પેજ / રેસિપી / ઇન્દોરી પોહા

Photo of Indori poha by Shraddha Patel at BetterButter
572
1
0.0(0)
0

ઇન્દોરી પોહા

Mar-31-2019
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્દોરી પોહા રેસીપી વિશે

સવારે નાસ્તા મા કે સાંજે ચા સાથે હળવી સાઈડ ડીશ તરીકે લઇ શકાય એવી આ વાનગી ખુબ જ ઝડપ થી બની જાય છે અને સ્વાદીષ્ટ પણ છે. ઇન્દોર શહેર ની પ્રખ્યાત વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ ચોખા ના પૌઆ
  2. 1 નંગ બારીક સમારેલી ડુંગળી
  3. 1 નંગ મરચું બારીક સમારેલું
  4. 6-7 મીઠા લીમડા ના પાન
  5. 4-5 ચમચી બારીક સમારેલી કોથમીર
  6. 1/2 કપ ભુજીયા સેવ
  7. 5-6 ચમચી દાડમ ના દાણા
  8. 3-4 ચમચી શીંગદાણા
  9. 4 ચમચી તેલ
  10. 1/2 ચમચી રાઈ
  11. 1 ચમચી જીરું
  12. 1/2 ચમચી હળદર
  13. 1/2 ચમચી ધાણાજીરું
  14. 1 લીંબુ નો રસ
  15. ચપટી હિંગ
  16. સ્વાદ પ્રમાણે મીઠું
  17. 3 ચમચી ખાંડ

સૂચનાઓ

  1. પૌઆ ને પાણી મા બરાબર ધોઈ ને નિતારી લો.
  2. એક કઢાઈ મા તેલ મૂકી રાઈ જીરું તતડાવો.
  3. હવે તેમાં મીઠા લીમડા ના પાન, હિંગ, મરચા ની કટકી, શીંગદાણા અને ડુંગળી નાખી સાંતળો.
  4. ડુંગળી ગુલાબી થાય પછી તેમાં હળદર,ધાણાજીરું અને મીઠું નાખો.
  5. હવે પૌઆ ઉમેરી તેના ભગવાન નું મીઠું નાખો અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો.
  6. ત્યારબાદ લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  7. હવે તૈયાર થયેલ પૌઆ ને ડીશ મા લઇ તેના પર કોથમીર, દાડમ ના દાણા અને ભુજીયા સેવ થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર