હોમ પેજ / રેસિપી / ભરેલા મરચાં ના પકોડા

Photo of Stuffed mirchi pakoda by Krupa Shah at BetterButter
680
2
0.0(0)
0

ભરેલા મરચાં ના પકોડા

Mar-31-2019
Krupa Shah
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલા મરચાં ના પકોડા રેસીપી વિશે

આ વાનગી રાજસ્થાન અને ગુજરાત માં ખૂબ વહેચાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • રાજસ્થાન
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 6-8 ભાવનગરી મરચાં બીજ કાઢીને
  2. પુરાણ માટે:
  3. 2 મોટાં બાફેલા બટેટા
  4. 2 લીલાં મરચાં ઝીણાં સમારેલાં
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. 2 મોટા ચમચા આમચૂર પાવડર
  7. 2 નાની ચમચી લાલ મરચું પાવડર
  8. 3 મોટા ચમચા ઝીણા સમારેલાં ફૂદીનો અને કોથમીર
  9. વઘાર માટે:
  10. 1 મોટો ચમચો તેલ
  11. 1/2 નાની ચમચી રાઇ
  12. ચપટી હિંગ
  13. પકોડા નું પડ કરવા માટે:
  14. 1 કપ ચણા નો લોટ
  15. 1/2 નાની અજમો
  16. ચપટી હળદર
  17. 1/4 નાની ચમચી મીઠું
  18. ચપટી બેકિંગ પાવડર
  19. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. ભાવનગરી મરચાં માંથી બી કાઢી ધોઈને બાજુમાં મુકું.
  2. એક ઉભો કાપો બધાં મરચાં માં મુકો.
  3. પુરણ માટે ની બધી સામગ્રી એક બોલ માં મિક્સ કરી દો. હવે એમાં રાઇ ને હીંગ નો વઘાર કરીને ફરીથી મિક્સ કરી દો.
  4. પકોડા નું પડ કરવા માટેની બધી સામગ્રી થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી દો. થોડું ઘટ્ટ રાખવું.
  5. હવે બધાં મરચાં માં પૂરણ ભરી દો.
  6. ભરેલાં મરચાં ને ચણા ના લોટ ના મિશ્રણ માં ડૂબાડી પછી ગરમ તેલ માં સોનેરી થાય ત્યાં સુધી તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર