હોમ પેજ / રેસિપી / સ્ટફ્ડ વેજ પાવભાજી મસાલા ઈડલી

Photo of Stuffed Veg Pavbhaji Masala Idli by Poonam Gupta at BetterButter
431
2
0.0(0)
0

સ્ટફ્ડ વેજ પાવભાજી મસાલા ઈડલી

Mar-31-2019
Poonam Gupta
40 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ્ડ વેજ પાવભાજી મસાલા ઈડલી રેસીપી વિશે

જો તમે વારંવાર નોર્મલ ઈડલી ખાઈ ને કંટાળી ગયા હોય તો આ સ્ટફ્ડ ઇડલી ટ્રાય કરો મઝા પડશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. 2 કપ રવો
  2. 1 કપ ઘટ્ટ દહી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 સેશે ઇનો
  5. સ્ટફિગ માટે;
  6. 3 મીડિયમ બટાકા બાફીને છોલીને સ્મેશ કરેલા
  7. 1/3 કપ ઝીણી સમારેલી ફણસી
  8. 1 ઝીણો સમારેલો મીડિયમ કાંદો
  9. 1/3 કપ ઝીણુ સમારેલું ગાજર
  10. 1/4 કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
  11. 1/4 કપ બાફેલા વટાણા
  12. 1/3 કપ સમારેલી લીલી ડુંગળી
  13. 1/2 ઇન્ચ છીણેલું આદુ
  14. 4 કલીઓ લસણની સમારેલી
  15. 1/2 ચમચી રાઈ
  16. 8-10 કરીપત્તા
  17. 1 ચમચી પાવભાજી મસાલો
  18. મીઠું સ્વાદ મુજબ
  19. 1/2 ચમચી ગરમ મસાલો
  20. 1/2 ચમચી ધાણા પાઉડર
  21. 1/4 ચમચી આમચૂર પાઉડર
  22. 1/4 ચમચી હળદર
  23. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  24. 2 ચમચી તેલ

સૂચનાઓ

  1. એક મોટા બાઉલમાં રવો દહી અને મીઠું લઇ પાણી નાખી ખીરું તૈયાર કરો અને 15-20 મિનિટ માટે બાજુ માં રાખો.
  2. એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખો. રાઈ ફૂટે એટલે થોડાં કરી પત્તા આદુ લસણ અને કાંદા નાખી શેકો.
  3. હવે તેમાં ફણસી ગાજર કેપ્સીકમ અને વટાણા નાખી મિક્સ કરો અને થોડી વાર ચઢવા દો.
  4. જ્યારે શાક થોડા ચઢી જાય ત્યારે બટાકા લીલી ડુંગળી મીઠું લાલ મરચું પાવડર હળદર ધાણા પાઉડર આમચૂર પાવડર પાવભાજી મસાલો ગરમ મસાલો નાખી મિક્સ કરો. અને ઠંડુ થાય એટલે તેના નાના નાના મુઠીયા બનાવી લો.
  5. 15 મિનિટ પછી ખીરું હલાવી લો. જરૂર જણાય તો થોડું પાણી નાખી મિક્સ કરી લો.
  6. હવે ઈડલી કુકર માં 2 ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો.
  7. હવે ઈડલી ના ખીરા માં ઇનો નાખી મિક્સ કરો.
  8. હવે ઈડલી મોલ્ડમા તેલ લગાવી એક ચમચી ખીરું પાથરી વચ્ચે એક મુઠીયુ મૂકો અને ફરી ખીરું પાથરી મુઠીયા ને ઢાંકી દો.
  9. હવે ઈડલી સ્ટેન્ડ ને કુકર માં મૂકી ઢાંકી ને 7-8 મિનિટ માટે ચઢવા દો.
  10. 7-8 મિનિટ પછી ઢાંકણ ખોલી ને જોશો તો ઇડલી ફૂલી ગઈ હશે.
  11. હવે ઈડલી મોલ્ડને કુકર માંથી બહાર કાઢી લો અને ઠંડુ થવા દો.
  12. ઇડલી ઠંડી થાય પછી મોલ્ડમાથી છરી વડે બહાર કાઢી લો અને વચ્ચે થી કાપી પ્લેટમાં કાઢી સર્વ કરો.
  13. આ ઇડલી ને લીલી ચટણી કે કેચઅપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર