હોમ પેજ / રેસિપી / કાશ્મીરી ગુલાબી ચા

Photo of Kashmiri pink tea by Shraddha Patel at BetterButter
689
1
0.0(0)
0

કાશ્મીરી ગુલાબી ચા

Mar-31-2019
Shraddha Patel
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાશ્મીરી ગુલાબી ચા રેસીપી વિશે

કાશ્મીર ની ગુલાબી ઠંડી મા આ ગુલાબી ચા પીવાની ખુબ મજા પડે છે. આ ચા ની એક ખાસિયત છે કે એમાં ખાંડ ના બદલે મીઠું નાખવા મા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • જમ્મુ અને કાશ્મીર
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1. 5 કપ પાણી
  2. 1 કપ દૂધ
  3. ચપટી મીઠું
  4. 1/4 ચમચી ખાવાનો સોડા
  5. 1 ચમચી ચા ની ભૂકી
  6. 1 ચમચી લીલી ચા ના પાન
  7. 1 ચમચી ગુલાબ ની સૂકી પાંદડીઓ
  8. 1 બાદિયોં
  9. 2 એલચી
  10. 2-3 બદામ ની કતરણ
  11. 2-3 પિસ્તા ની કતરણ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પાણી ને ઊકળવા મૂકો.
  2. હવે તેમાં લીલી ચા ના પાન ને હાથ થી ક્રશ કરીને નાખો અને ચા ની ભૂકી પણ નાખો.
  3. બાદિયા અને એલચી(ફોતરાં સાથે) ખાંડી ને ભુક્કો કરી લો. અને આ ભુક્કો ઉકળતી ચા મા ઉમેરો.
  4. હવે તેમાં મીઠું, ખાવાનો સોડા અને ગુલાબ ની પાંદડીઓ ઉમેરી 5 મિનિટ ઉકાળો.
  5. ત્યારબાદ દૂધ ઉમેરી બે ઉભરા આવવા દો.
  6. હવે ચા ને કપ મા ગાળી લો.
  7. ચા ને બદામ અને પિસ્તા ની કતરણ થી સજાવો.
  8. ગુલાબી ઠંડી મા ગુલાબી ચા ની મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર