હોમ પેજ / રેસિપી / સુરતી પેટીસ

Photo of Surati Petis by Hetal Sevalia at BetterButter
83
2
0.0(0)
0

સુરતી પેટીસ

Mar-31-2019
Hetal Sevalia
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુરતી પેટીસ રેસીપી વિશે

સૂરત નું એક ફરસાણ કે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સોફટ હોય છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • ગુજરાત
 • તળવું
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 1/2 વાટી ફ્રેશ નાળિયેર
 2. 100 ગ્રામ પાપડી ગાઠીયા
 3. 1/2 કપ કોથમીર બારીક સમારેલી
 4. 1 મુઠ્ઠી દાડમના દાણા
 5. 1 ચમચી લસણની પેસ્ટ
 6. 1 ચમચી તીખા લીલાં મરચાં ની પેસ્ટ
 7. 1 ચમચી ગરમ મસાલો
 8. 2-3 ચમચી ખાંડ
 9. 2 ચમચી કાજુ ના ટુકડા
 10. 2 ચમચી કીસમીસ
 11. 1/4 ચમચી તલ
 12. 1/4 ચમચી જીરું
 13. મીઠું સ્વાદ અનુસાર
 14. ** બહાર ના પડ માટે:-
 15. 3 કપ બોઈલ અને સ્મેસ બટાકા
 16. 1/2 કપ રવો/ આરાલોટ/ બેસન
 17. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

 1. સૌપ્રથમ કોપરાને મિક્સરમાં ક્રસ કરી લો.પાપડી ગાઠીયા ને બારીક ક્રસ કરો.
 2. હવે બાકી ની સામગ્રી ઉમેરો અને નાના ગોળા વાળી લો.
 3. એક બાઉલમાં બટાકા, રવો,મીઠું ઉમેરો.કણક જેવું બંધાશે. હાથમાં તેલ લગાવી તેમાં થી લૂઓ લઈ સ્ટફિંગ નો બોલ મૂકી વાળી લો.
 4. ડૂબતા તેલમાં ગોલ્ડન તળી લો.મિડીયમ તાપે તળવી.4-5 પેટીસ જ એક વખત માં તળવી. તળતી વખતે વારંવાર હલાવવું નહીં. ખૂબ જ નાજુક હોય છે.
 5. તળતી વખતે ખૂલે તો બટાકા માં થોડું બાઈનડીગ ઉમેરવું.
 6. ગરમાગરમ પેટીસ ચટણી અને કેચઅપ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર