કસાડિયાસ | Quesadillas Recipe in Gujarati

ના દ્વારા Jeenal Mihir  |  31st Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Quesadillas by Jeenal Mihir at BetterButter
કસાડિયાસby Jeenal Mihir
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

3

0

કસાડિયાસ

કસાડિયાસ Ingredients to make ( Ingredients to make Quesadillas Recipe in Gujarati )

 • ટોર્ટિલા ૨
 • બટર ૨ ચમચી
 • ચીઝ સ્લાઈસ ૫ નંગ
 • સ્ટફિંગ માટે :-
 • બટર ૧ ચમચી
 • પનીર ઝીણું સમારેલું ૧/૨ કપ
 • લીલી ડુંગળી સમારેીલ ૧/૨ કપ
 • લાલા,લીલાં, અને પીળા શિમલા મરચા ૧/૨ કપ ઝીણા સમારેલા
 • સ્વીટ કોર્ન ૧/૨ કપ બાફેલા
 • પાસ્તા સિઝનીગ ૨ ચમચા
 • આદુ મરચાં ની પેસ્ટ ૧/૨ ચમચી
 • રેડ ચીલી સોસ ૧ ચમચી
 • ગ્રીન ચીલી સોસ ૧ ચમચી
 • સોયા સોસ ૧ /૨ ચમચી
 • કેચઅપ ૨ ચમચા
 • મેયોનિઝ ૧ ચમચી
 • પેપ્રિકા ૧/૪ ચમચી
 • ઓરેગાનો ૧/૪ ચમચી
 • કોથમીર થોડીક સમારેલ
 • મીઠું સ્વાદ મુજબ

How to make કસાડિયાસ

 1. એક પેન માં બટર ગરમ કરો તેમાં પનીર ને સોતે કરી કાઢી લો.
 2. હવે તેમાં લીલી ડુંગળી ઉમેરો, સાથે આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળો.
 3. હવે તેમાં શિમલા મરચા ઉમેરી દો ને ૨ મિનિટ ચલાલો પછી તેમાં સ્વીટ કોર્ન ઉમેરો.
 4. સાથે રેડ ચિલ્લી સોસ, કેચઅપ ,સોયા સોસ અને ગ્રીન ચીલી સોસ , મીઠું નાખી મિક્સ કરી ૨-૩ મિનિટ પછી ઉતારી લો.
 5. તેમાં પનીર અને કોથમીર નાખી મિક્સ કરો એકબાજુ ઠંડુ થવા દો.
 6. ટોર્ટિલા ને ધીમા તાપે તવી પર બટર મૂકી શેકી લો. હવે એક ટોર્ટિલા પર પાસ્તા સિઝનીગ લગાવો અને ઉપર બધે જ સ્લાઈસ મૂકો.
 7. હવે ઉપર પનીર નું મિશ્રણ મૂકો અને બીજા ટોર્ટિલા પર પાસ્તા સીઝનીગ લાગવી ઉપર મૂકો.
 8. હવે તેને ગરમ તવી પર ૨-૩ મિનિટ બને બાજુ શેકો. અથવા પ્રિહિટ ઓવન માં ૫ મિનિટ બેક કરો. ચીઝ પીગળે ત્યાં સુધી.
 9. હવે બાહર કાઢી કટ કરી લો. ઉપર કેચઅપ અને મેયોનીઝ ઉમેરો અને પેપ્રિકા ,ઓરેગનો કોથમીર છાંટો. ગરમા ગરમ પીરસો.

Reviews for Quesadillas Recipe in Gujarati (0)