હોમ પેજ / રેસિપી / અચારી પનીર ટીકકા ગીલલૅડ ફેંન્કી

Photo of Achaari paneer Tikka Grilled Frankie by GAYATRI THAKKAR at BetterButter
567
3
0.0(0)
0

અચારી પનીર ટીકકા ગીલલૅડ ફેંન્કી

Mar-31-2019
GAYATRI THAKKAR
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અચારી પનીર ટીકકા ગીલલૅડ ફેંન્કી રેસીપી વિશે

આ એક સર્ટીટ ફૂડ છે જેને અેક અલગ ફલેવર રૂપે પીરસવામાં આવી છે બાળકો જે પનીર નથી ખાતાં તેમને આવી રીતે પીરસવામાં આવે તો તે આસાની થી ખાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • શેલો ફ્રાય
  • શેકેલું
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. અચારી મસાલા માટે
  2. વરિયાળી 2 ચમચી
  3. આખા ઘાણાં 2 ચમચી
  4. કાળા તલ 2 ચમચી
  5. રાઈ 2 ચમચી
  6. સૂકા લાલ આખા મરચાં 5 થી 6 નંગ
  7. મેથી દાના 2 ચમચી
  8. હળદર 1 નાની ચમચી
  9. હીંગ અડઘી ચમચી
  10. મીઠું સ્વાદ મુજબ
  11. પનીર 250 ગ્રામ
  12. દંહી 250 ગ્રામ
  13. આદુ -લસણની પેસ્ટ 2થી 3 ચમચી
  14. તેલ જરૂર મુજબ
  15. લીલાં મરચાં 3 થી 4 નંગ ઝીણાં સમારેલા
  16. ડુંગળી 2 નંગ લાંબી સમારેલી
  17. શિમલા મરચું 1 નંગ લાંબા સમારેલા
  18. 1 વાટકી ઘઉંનો લોટ
  19. 1 વાટકી મેંદો નો લોટ
  20. અચારી મયોનીસ જરૂર મુજબ
  21. ફેન્કી મસાલો જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પનીર ના લાંબા પીસ માં કાપી લેવા
  2. અચારી મસાલો બનાવવા માટે અેક કઢાઈ માં રાઈ, વરિયાળી, આખા લાલ મરચાં, મેથી દાણા, કાળા તલ, આખા ઘાણાં લઈ 2 થી 3 મિનિટ માટે ઘીમાં તાપે શેકી લો
  3. પછી તેમાં ચપટી 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું, 1 નાની ચમચી હીંગ ઉમેરો મીકસ કરી લો
  4. પછી ગેસ બંધ કરી દો અને 2 મીનીટ ઠંડુ પાડી મસાલો પીસી લો
  5. અેક બાઉલ માં દંહી લો તેમાં આદુ-લસણની પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ, 2 થી 3 ચમચી અચારી મસાલો , 1 ચમચી તેલ નાંખી બરાબર મિક્સ કરી લેવું
  6. પછી તેમાં પનીર નાં પીસ નાંખી બરાબર મિક્સ કરી લેવું અને 20 મીનીટ માટે મેરીનેટ થવા માટે મૂકી દો
  7. લોટ બાંઘવા માટે 1 વાટકી ઘઉંનો લોટ અને 1 વાટકી મેંદો લો તેમાં મીઠું સ્વાદ મુજબ અને 2 ચમચી તેલ નાંખી બરાબર મિક્સ કરી લેવું
  8. જરૂર મુજબ પાણી ઉમેરો અને લોટ બાંધી લો 15 મીનીટ ઢાંકી ને મૂકી દેવું પછી લોટ માંથી નાના લુઆ બનાવી લેવા
  9. હવે ગીલલૅ પેન લઇ ગરમ કરવા મૂકો પછી તેમાં તેલ ઉમેરો તેલ ગરમ થાય એટલે તેમાં પનીર નાં પીસ નાંખી ઘીમાં તાપે બઘી બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો
  10. તૈયાર છે આપણા પનીર ટીકકા આને આવી રીતે જ લીલી ચટણી જોડે પીરસવામાં આવે છે
  11. મસાલો બનાવવા માટે અેક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં ઝીણાં સમારેલા લીલાં મરચાં ઉમેરો પછી લાંબા સમારેલી ડુંગળી ઉમેરો અને 2 મીનીટ સાંતળો પછી તેમાં લાંબા સમારેલા લીલાં શિમલા મરચાં નાંખવા 2 મીનીટ સાંતળો
  12. પછી તેમાં બાકી વધેલો મેરીનેટ નો મસાલો , સ્વાદ મુજબ મીઠું ઉમેરો બરાબર મિક્સ કરી લેવું
  13. હવે તેમાં પનીર નાં પીસ ઉમેરો
  14. હળવાં હાથે મીકસ કરી લો જેથી પનીર નાં પીસ ટૂટે નંહી તૈયાર છે આપણો ફેન્કી નો પનીર ટીકકા મસાલો
  15. તૈયાર લોટનો લુઆે લઈ રોટલી વણી લો
  16. ગરમ તવા પર બને બાજુ તેલ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો
  17. પલેટ માં લઈ ઉપર ટામેટો સોસ અથવા અચારી મયોનીસ લગાવો
  18. અચારી મયોનીસ
  19. ઉપર તૈયાર કરેલો મસાલો મૂકો
  20. તેની ઉપર ફેન્કી મસાલો નાંખો
  21. રોલ વાળી લો
  22. તૈયાર છે આપણી પનીર ટીકકા ફેન્કી વચ્ચે થી કટ કરી ફોઈલ પેપર માં વાળીને ટામેટો સોસ સાથે સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર