હોમ પેજ / રેસિપી / એગલેસ ચોકલેટ ડોનટ્સ

Photo of Eggless Chocolates Donuts by Trupti BBhatt at BetterButter
39
1
0.0(0)
0

એગલેસ ચોકલેટ ડોનટ્સ

Mar-31-2019
Trupti BBhatt
120 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

એગલેસ ચોકલેટ ડોનટ્સ રેસીપી વિશે

આ અમેરિકન સ્ટ્રીટ ફૂડ છે જે નાના અને મોટાં બધા નું મનપસદ છે. આ ઈંડા વિનાનું બનાવેલ છે અને ઓવન વિના તળી ને બનાવેલ છે. આઈસ્ક્રીમ સાથે કે ચોકલેટ સોસ સાથે પણ ખાઈ શકો છો. બાળકો ની બર્થડે પાર્ટી કે કિટ્ટી પાર્ટી માં બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • અમેરિકન
 • તળવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

 1. મેંદો ૧ ૧/૨ કપ
 2. દૂધ નો પાવડર ૧/૨ કપ
 3. બેકિંગ પાઉડર ૧/૪
 4. બટર ૨ ચમચી
 5. મીઠું ચપટી
 6. દરેલી ખાંડ ૩- ૪ ચમચી
 7. ખાંડ ૧ ચમચી
 8. યીસ્ટ ૧ ચમચી
 9. નવસેકું દૂધ ૧/૨ કપ
 10. વનિલા એસેન્સ ૧ ચમચી
 11. પાણી ૧/૪ કપ
 12. તેલ તળવા માટે
 13. ગ્લેઝ માટે :-
 14. ચોકલેટ ૧૦૦ ગ્રામ
 15. ક્રીમ ૨ ચમચા
 16. બટર ૧ ચમચી
 17. સુગર સ્પ્રિંકેલ જરૂર મુજબ
 18. પિસ્તા ની કતરણ

સૂચનાઓ

 1. એક વાટકા માં મેંદો, દરેલી ખાંડ, મીઠું, બેકિંગ પાવડર ઉમેરી મિક્સ કરી રાખો.
 2. નવશેકા દૂધ માં યીસ્ટ અને ખાંડ નાખી મિક્સ કરો અને ઢાંકી ને મૂકો. ૧૫ મિનિટ માટે.
 3. જ્યારે યીસ્ટ એક્ટિવ થઈ જાય એટલે એમાં વનિલા એસેંસે નાખો.
 4. હવે લોટ ના મિશ્રણ માં યીસ્ટ વાળું મિશ્રણ નાખો અને લોટ બાંધો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરવું.
 5. હવે બટર લાગવી ૧ કલાક માટે હુંફાળી જગ્યા પર ઢાંકી મૂકો.
 6. હવે લોટ ફૂલી ને બમણો થઈ ગયો છે તેમાં હાથ થી પંચ કરો અને હવા કાઢી નાંખો.
 7. બટર લગાવી જાડો રોટલો વણો પછી ગલાસ ની મદદ થી ગોળાકાર કપો. નાની શીશી ના ઢાંકણ થી ગોળાકાર ની વચ્ચે નાનું ગોળાકાર કાપો.
 8. હવે બટર થી ગ્રીસ કરો અને મુલાયમ કપડું ઢાંકી ફરી થી ગરમ જગ્યા પર મૂકો ૫ મિનિટ માટે.
 9. હવે ડૉન્ટ્સ ફૂલી ગયા હશે તો તેલ ગરમ કરો.
 10. તેલ મધ્યમ ગરમ કરો અને તેમાં ડોનટ્સ ને ધીમે થી તળવા મૂકો.
 11. ધીમા તાપે જ તળવા જેથી બહાર બ્રાઉન થાય અને કાચા પણ ન રહે.
 12. હવે તેને બંને બાજુ થી બ્રાઉન રંગ ના તળી ને કાઢી લો.
 13. થોડા ઠંડા થાય ત્યાં સુધી ગ્લેઝ બનાવી લો.
 14. ડબલ બોઇલર માં ચોકલેટ ને પીગળવા તેમાં ક્રીમ અને બટર નાખી મિક્સ કરો. ગ્લેઝ તૈયાર છે. તેમાં એક એક ડોનટ્સ ને બોળો ને કાઢી લો.
 15. બધા જ ડોનટ્સ ને ગ્લેઝ માં બોળો અને એક પ્લેટ પર મૂકો. હવે તેના પર સુગર સ્પ્રિંકલ નાખો. અમૂક પર પિસ્તા ની કતરણ મૂકો.
 16. એગલેસ ચોકલેટ ડોનટ્સ તૈયાર છે મઝા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર