BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચાઇનીઝ સીઝલર

Photo of CHINESE SIZZLER by Vid'zz Batra at BetterButter
2
2
0(0)
0

ચાઇનીઝ સીઝલર

Mar-31-2019
Vid'zz Batra
25 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઇનીઝ સીઝલર રેસીપી વિશે

ચાઇનીઝ આજ કાલ ખૂબ ચલણ મા છે. તો માણો 3 ચાઇનીઝ વાનગી એક મા.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ચાઇનીઝ
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • ખાદ્ય પીણાં
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. મંચુરિયન બનાવવા માટે.
  2. 1/2 કપ છીણેલુ કોબીજ
  3. 1/4 કપ ગાજર
  4. 2 કાપેલા મરચાં
  5. 1/2 કપ મેંદો
  6. 1/2 કપ કોર્ન ફલોર
  7. મીઠું
  8. 1 ચમચી મરી પાવડર
  9. 1/2 કપ લાંબુ કાપેલુ કોબીજ
  10. 1/2 કપ લાંબી કાપેલી ડુંગળી
  11. 1/2 કપ લાંબા કાપેલા શિમલા મરચા
  12. 2 મોટા ચમચા તેલ
  13. 2 ચમચી આદુ લસણ પેસ્ટ
  14. 2 ચમચી મરચા ની પેસ્ટ
  15. 2 ચમચી સોયાસોસ
  16. 2 ચમચી ચીલી સોસ
  17. 1 ચમચી વિનેગાર
  18. તેલ તળવા માટે
  19. પનીર ચીલી માટે:
  20. 1 કપ પનીર
  21. 1/2 કપ કોૅન ફલોર
  22. 1/2 કપ મેંદો
  23. મીઠું જરુરિયાત મુજબ
  24. તેલ તળવા માટે
  25. 2 ચમચા તેલ
  26. 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  27. 2 ચમચી મરચા ની પેસ્ટ
  28. 1/2 કપ કોબીજ
  29. 1/2 કપ કાપેલુ શિમલા મરચુ
  30. 1/2 કપ કાપેલા કાંદા
  31. 2 ચમચી સોયા સોસ
  32. 2 ચમચી ચીલી સોસ
  33. 1 ચમચી વિનેગાર
  34. 2 ચમચી કાપેલુ લીલુ લસણ
  35. નૂડલ્સ બનાવવા માટે:
  36. 1 કપ બાફેલા નૂડલ્સ
  37. 2 ચમચા તેલ
  38. 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  39. 2 ચમચી મરચા ની પેસ્ટ
  40. 1/2 કપ કાંદા
  41. 1/2 કપ કોબીજ
  42. 1/2 કપ ગાજર
  43. 1/2 કપ શિમલા મરચુ
  44. 3 ચમતી સોયાસોસ
  45. 3 ચમચી ચીલી સોસ
  46. 2 ચમચી વિનેગાર
  47. 1/4 કપ લીલી ડુંગરી કાપેલી
  48. 1/4 કપ લીલુ લસણ કાપેલુ
  49. મીઠુ જરુર અનુસાર
  50. 2 ચમચી બટર

સૂચનાઓ

  1. મંચુરિયન બનાવવા માટે એક બાઉલ મા કોબીજ, ગાજર , મીઠું, મરી , કોર્ન ફલોર તથા મેંદો મિકસ કરો.
  2. તેને મિકસ કરી તેના બોલ બનાવી લો.
  3. ગરમ તેલ મા તલી લો.
  4. એક કડાઇ મા તેલ ગરમ કરી તેમા આદુ લસણ તથા મરચાંની પેસ્ટ નાખો.
  5. કાંદા નાખી 1 મિનિટ શેકો.
  6. શિમલા મરચુ અને કોબીજ નાખો 3 થી 4 મિનિટ સુથી થવા દો
  7. મીઠુ, સોયાસોસ , ચીલી સોસ , વિનેગાર નાખી મંચુરિયન નાખો.
  8. હવે એક બાઉલ મા કોૅન ફલોર , મેંદો ,મીઠું નાખી 2 ચમચા પાણી નાખી મિકસ કરો.
  9. પનીર ના પીસ નાખી તલી લો.
  10. મંચુરિયન ની જેમ જ પનીર ચીલી વઘારો.
  11. બીજી એક કડાઇ મા 2 ચમચા તેલ ગરમ કરી , આદુ મરચા , લસણ નાખો.
  12. કાંદા , કોબીજ , શિમલા મરચા , લીલુ લસણ ,લીલી ડુંગરી નાખો.
  13. ચીલી સોસ , સોયાસોસ , વિનેગાર નાખો.
  14. મીઠું તથા નૂડલ્સ નાખી 5 થી 7 મિનિટ પકવો
  15. સિઝલર ની પલેટ ને 30 થી 35 મિનિટ ગેસ પર ગરમ થવા દો.
  16. કોબીજ ના પતા મૂકી મંચુરિયન, પનીર ચીલી, નૂડલ્સ પરોસો.
  17. પતા ની નીચે બટર મૂકો. ધૂમાડા માટે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર