હોમ પેજ / રેસિપી / મિસળ પાઉં

Photo of Misal pau by Shraddha Patel at BetterButter
527
1
0.0(0)
0

મિસળ પાઉં

Mar-31-2019
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિસળ પાઉં રેસીપી વિશે

મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગીઓમાની એક આ વાનગી મિસળ પાઉં ચટાકેદાર લાગતી હોય છે. જે કોઈ પણ સમયે ખાવાની મજા પડે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ ફણગાવેલા મઠ
  2. એક કપ સમારેલી ડુંગળી
  3. એક કપ સમારેલા ટામેટા
  4. એક લીંબુ નો રસ
  5. 7-8 લસણ ની કળી
  6. બે નંગ મરચા
  7. 7-8 મીઠા લીમડા ના પાન
  8. 2 ચમચી ગરમ મસાલો
  9. 3-4 ચમચી સૂકા ટોપરા નું છીણ
  10. સ્વાદ પ્રમાણે મીઠું
  11. 1/4 કપ તેલ
  12. 1 ચમચી રાઈ
  13. 1 ચમચી જીરું
  14. 4-5 ચમચી લાલ મરચું પાવડર
  15. 1 ચમચી હળદર
  16. ચપટી હિંગ
  17. 2 ચમચી ધાણા જીરું
  18. કોથમીર સજાવવા માટે
  19. ફરસાણ જરૂર મુજબ
  20. 9-10 પાઉં
  21. એક નંગ મોટી ડુંગળી બારીક સમારેલી સાથે પીરસવા
  22. જરૂર મુજબ પાણી

સૂચનાઓ

  1. ફણગાવેલ મઠ ને હળદર મીઠું નાખી બાફી 2 સીટી વાગે એવા બાફી લો.
  2. એક કઢાઈ મા 2 ચમચી તેલ લઇ તેમાં ટોપરા નું છીણ, લસણ ડુંગળી મરચા સાંતળો.
  3. ત્યારબાદ ટામેટા ઉમેરી સાંતળો.
  4. ત્યારબાદ પ્યુરી બનાવી લો.
  5. હવે ફરીથી કઢાઈ મા તેલ લઇ રાઈ જીરું લીમડાના પાન અને હિંગ નાખો.
  6. ત્યારબાદ મઠ, હળદર, ધાણાજીરૂ, લાલ મરચું ગરમ મસાલો મીઠું નાખી મિક્સ કરો.
  7. ત્યારબાદ પ્યુરી ઉમેરી પાણી ઉમેરી ઉકાળો.
  8. હવે મિસળ ને એક બાઉલ મા લઇ તેના પર ફરસાણ, ડુંગળી, લીંબુ કોથમીર નાખી પાઉં સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર