હોમ પેજ / રેસિપી / બટાકાની સૂકી કાતરી

Photo of Sun dried Potato Chips by Rita Arora at BetterButter
5133
76
5.0(0)
0

બટાકાની સૂકી કાતરી

Oct-06-2016
Rita Arora
1440 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • નવરાત્રીની રેસિપીઓ
  • વેજ
  • સામાન્ય
  • નવરાત્રી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. તમારે જેટલા જોઈએ તેટલા બટાકા
  2. જરૂરીયાત મુજબનું પાણી
  3. મીઠું સ્વાદાનુસાર
  4. પૂર્ણ કે મધ્યમ તળવા માટે તેલ
  5. જરૂરીયાત મુજબની કાળી મરી
  6. ભભરાવવા માટે લાલ મરચાંનો પાવડર

સૂચનાઓ

  1. બટાકાને પાણીમાં બરાબર ધોવો. એક મોટા વાસણમાં બટાકાને છોલી નાખો, પાણી સાથે થોડું મીઠું ભેળવીને એક બાજુ પર મૂકી દો. હવે છીણીની મદદથી બટાકાને કાપવાનું શરૂ કરો (છીણ પાડો) અને તમે છીણ પાડતા હોવ ત્યારે બટાકાના છીણેલા ટુકડા મીઠાના પાણીમાં પડવા દો.
  2. છીણેલા ટુકડા વધારે જાડા અથવા પાતળા પણ ન હોવા જોઈએ. આપણે છીણેલા ટુકડા મીઠાના પાણીમાં નાખીએ છીએ જેથી તે કાળા ન પડી જાય.
  3. હવે એક બીજા મોટા વાસણમાં પાણી લો અને તેમાં મીઠું ઉમેરો. પાણી એટલી માત્રામાં લો કે બટાકાની બધી કાતરી તેમાં ડૂબી જાય. આ મીઠાના પાણીના મિશ્રણને ભારે આંચ પર ફરતી રીતે બાફો. હવે ગરમ મીઠાના પાણીમાં બટાકાની કાતરી નાંખો. હવે ઊકળતા ગરમ પાણીમાં બટાકાની કાતરીને 2-3 મિનિટ સુધી બોળી રાખીને ફીકી પાડો. આંચ ધીમી કરશો નહીં, 3-4 મિનિટ પછી આંચ બંધ કરી દો. કાતરી પારદર્શક દેખાવી જોઈએ અને પછી કાતરીને ગળણી વડે ગાળી લો.
  4. પ્લાસ્ટિકની ચોખ્ખી ચાદર પર તેને ટ્રેમાં બરાબર ગોઠવો અથવા તેને થાળી અથવા ટ્રેમાં બરાબર ગોઠવો. તે એદકમ સૂકાઇ જાય ત્યાં સુધી 1 અથવા 2 દિવસ માટે કાતરીને તકડામાં રહેવા દો. કાતરી પર ધૂળ ન લાગે તે માટે તેને સુતરાઉ કાપડથી ઢાંકી દો.
  5. જો તમને સૂર્યપ્રકાશ ન મળે તો, તમે તેને છાયડાવાળી સૂકી જગ્યામાં પણ રાખી શકો છો, એક બાજુ સૂકાઇ જાય પછી કાતરીને બીજી બાજુએ ઊંધી ફેરવી દો. તેને ઠંડી અને સૂકી જગ્યામાં હવા ન પ્રવેશી શકે તેવી બરણીમાં રાખો.
  6. પીરસવા માટે:
  7. બટાકાની કાતરીને મધ્યમ અથવા પૂરેપૂરી તળો. ટીશ્યૂ પેપર પર નિતારી લો. પીરસતા પહેલાં થોડો લાલ મરચાં અને મીઠાનો પાવડર છાંટો. બટાકાની કાતરીને ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર