હૉલ વ્હીટ એગલેસ ચોકલેટ કેક રેસીપી | Whole Wheat Eggless Chocolate Cake Recipe Recipe in Gujarati

ના દ્વારા Jolly Makkar  |  16th Sep 2015  |  
4 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Whole Wheat Eggless Chocolate Cake Recipe by Jolly Makkar at BetterButter
હૉલ વ્હીટ એગલેસ ચોકલેટ કેક રેસીપીby Jolly Makkar
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  60

  મીની
 • પીરસવું

  5

  લોકો

1624

1

હૉલ વ્હીટ એગલેસ ચોકલેટ કેક રેસીપી વાનગીઓ

હૉલ વ્હીટ એગલેસ ચોકલેટ કેક રેસીપી Ingredients to make ( Ingredients to make Whole Wheat Eggless Chocolate Cake Recipe Recipe in Gujarati )

 • ઘઉંનો લોટ - ૧.૫ કપ
 • સારો કોકો પાવડર - ૧/૪ કપ
 • બેકિંગ પાવડર - ૧ નાની ચમચી
 • બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા - ૩/૪ મોટી ચમચી
 • મીઠું - એક ચપટી
 • સાકરનો ભૂકો - ૧ કપ
 • તાજો કાઢેલો લીંબુનો રસ - ૧ મોટી ચમચી
 • વનસ્પતિ તેલ - ૧/૩ કપ
 • હુંફાળું પાણી - ૧ કપ
 • સારી ગુણવત્તાવાળું વેનીલા અસેન્સ અથવા પાવડર - ૧ નાની ચમચી
 • મીઠો કોકો પાવડર - છાંટવા માટે ૧ મોટી ચમચી

How to make હૉલ વ્હીટ એગલેસ ચોકલેટ કેક રેસીપી

 1. તમે શરૂ કરો તે પહેલા, તમારું ઓવન ૧૭૦ ડિગ્રી પર પ્રિહીટ કરો અને એક કેક ટીનને તળિયે સમપ્રમાણમાં અને ટીનની અંદરની કિનારી પર થોડું બટર લગાવી ગ્રીસ કરવું.
 2. કેક ટીનમાંથી કેક સરળતાથી બહાર આવે અને બળે નહીં તે માટે ટીનની અંદર થોડો લોટ ભભરાવો.
 3. બધી જ સૂકી સામગ્રીઓ લઈ, તેને સારી રીતે ચાળી અને એકસાથે ભેળવો. જ્યાં સુધી દ્રવ્ય મિશ્રણને ફેંટિએ ત્યાં સુધી આને બાજુ પર રાખો.
 4. એક સાફ બાઉલમાં હુંફાળું પાણી, સાકરનો ભૂકો, તેલ અને લીંબુનો રસ ઉમેરો. સારી રીતે હળવો, વેનીલા એસેન્સ ઉમેરો અને બધી સામગ્રીઓ સારી રીતે ભળી જાય તેની ખાતરી કરવા માટે ફરી વધુ મિનિટ માટે હળવો.
 5. હવે ધીમે અને એકધારું, દ્રવ્ય મિશ્રણ આ સૂકા મિશ્રણમાં થોડું થોડું ઉમેરો. ગાંઠા ન થાય માટે હલાવતા રહો.
 6. જલ્દીથી, તમારા પાસે એક ઘેરાં, ભયાનક દેખાવવાળું જાડું મિશ્રણ મળશે. મિશ્રણ ભયાનક દેખાવાથી કોઈ ફરક પડતો નથી, અંતમાં તેમાથી જ મળનાર સ્વાદિષ્ટપણુ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
 7. તૈયાર કરેલ કેક ટીનમાં કેક મિશ્રણ રેડો. તે ટીનને બરાબર પછાડો જેથી હવાના બુલબુલા તેમાથી નીકળી જાય.
 8. કેકને પ્રિહીટ ઓવનમાં ૧૭૦ ડિગ્રી સેલ્સિયસ પર ૩૦ થી ૩૫ મિનિટ સુધી બેક કરો. એક ટૂથપિક લઈ, કેકની અંદર નાખો, જો તે સાફ બહાર આવે તો સમજવું તમારી કેક તૈયાર છે અને જો ન આવે તો, તમે તેને વધુ થોડી મિનિટ માટે ચડવા મૂકી શકો છો.
 9. ૫ મિનિટ માટે કેકને ટીનમાં રાખો, પછી પછી હળવેથી એક ચાકુની મદદથી તેની કિનારી પર ફેરવો અને એક જાળી પર તેને ઉંધો કાઢીને ઠંડો થવા દો. મીઠા કોકો પાવડરથી ભભરાવીને પીરસો.

My Tip:

આ સાંભળવામાં આઘરું લાગી શકે, પરંતુ મારા પર વિશ્વાસ રાખો આ સરળ અને આરોગ્યદાયી પણ છે... કારણ કે આ ઇંડા વગરની અને બટર વગરની કેક ની રેસીપી છે.

Reviews for Whole Wheat Eggless Chocolate Cake Recipe Recipe in Gujarati (1)

Purvi Modia year ago

ખૂબ સરસ
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો