બંગાળી ફિશ ફ્રાય | Bengali Fish Fry Recipe in Gujarati

ના દ્વારા Satabdi Mukherjee  |  7th Dec 2016  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Bengali Fish Fry by Satabdi Mukherjee at BetterButter
બંગાળી ફિશ ફ્રાયby Satabdi Mukherjee
 • તૈયારીનો સમય

  2

  Hours
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

319

0

બંગાળી ફિશ ફ્રાય વાનગીઓ

બંગાળી ફિશ ફ્રાય Ingredients to make ( Ingredients to make Bengali Fish Fry Recipe in Gujarati )

 • બેટકી અથવા સાલમન અથવા બાસા અથવા કોઈપણ સફેદ માછલીનું કાંટા વગરનું માંસ - ૪ મોટી કદની
 • કાંદાની પેસ્ટ - ૧ નાની ચમચી
 • આદુની પેસ્ટ- ૧ નાની ચમચી
 • લીલી પેસ્ટ - ૧ નાની ચમચી
 • કોથમીરની પેસ્ટ- ૧/૪ કપ
 • લીંબુનો રસ - ૧ મોટી ચમચી
 • મરી પાવડર- ૧/૨ નાની ચમચી
 • સ્વાદાનુસાર મીઠું
 • ઈંડું - ૧ નંગ
 • કોર્નફ્લોર - ૧/૨ કપ
 • બ્રેડ ક્રમ્બજ - ૧/૨ કપ
 • સજાવવા માટે લીંબુના ટુકડા
 • કાળું મીઠું - એક ચપટી
 • તેલ - તળવા માટે

How to make બંગાળી ફિશ ફ્રાય

 1. સૌથી પહેલા આપણે માછલીના માંસને પાણીથી સાફ કરી લઈએ. અને રસોડાના રૂમાલથી દબાવીને સૂકવીએ.
 2. કાંદાની પેસ્ટ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, લીંબુનો રસ, લીલા મરચાંની પેસ્ટ, કોથમીરની પેસ્ટ અને મીઠા સાથે માછલીના માંસને મેરિનેટ કરો.
 3. ૧ ૧/૨ કલાક માટે તેને ઢાંકી અને ફ્રિજમાં મૂકો.
 4. ૧ ૧/૨ કલાક પછી ફ્રિજમાંથી મેરિનેટ કરેલ માછલી કાઢી અને એકબાજુ પર રાખો.
 5. ઈંડાંને ફેંટી અને તેને એંક સપાટ ડીશ પર મૂકો. કોર્નફ્લોર અને બ્રેડ ક્રમ્બજને પણ જુદી જુદી એક સપાટ ડીશ પર મૂકો.
 6. મેરિનેટ માછલીને પહેલા સૂકાં કોર્નફ્લોર અને ફેંટેલા ઈંડાં નાખી અને છેલ્લે બ્રેડ ક્રમ્બજમાં રગદોળો. બધા જ માછલીના માંસ માટે આ પ્રક્રિયા કરો.
 7. ફરી અડધા કલાક માટે તેને ઢાંકી અને પાછું ફ્રિજમાં મૂકો.
 8. એક ઊંડા વાસણમાં પર્યાપ્ત તેલ ગરમ કરો. રગદોળેલા માછલાંના માંસને બહાર કાઢી અને તેને એક પછી એક તળો.
 9. એક રસોડાનો રૂમાલ કાઢો અને વધારાનું તેલ દબાવીને કાઢી લો.
 10. કાળું મીઠું છાંટી અને લીંબુના ટુકડા સાથે તેને પીરસો.

Reviews for Bengali Fish Fry Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો