હોમ પેજ / રેસિપી / બંગાળી ફિશ ફ્રાય

Photo of Bengali Fish Fry by Satabdi Mukherjee at BetterButter
6367
98
5.0(0)
0

બંગાળી ફિશ ફ્રાય

Dec-07-2016
Satabdi Mukherjee
120 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • સામાન્ય
  • પશ્ચિમ બંગાળ
  • તળવું
  • ખાદ્ય પીણાં

સામગ્રી સર્વિંગ: 4

  1. બેટકી અથવા સાલમન અથવા બાસા અથવા કોઈપણ સફેદ માછલીનું કાંટા વગરનું માંસ - ૪ મોટી કદની
  2. કાંદાની પેસ્ટ - ૧ નાની ચમચી
  3. આદુની પેસ્ટ- ૧ નાની ચમચી
  4. લીલી પેસ્ટ - ૧ નાની ચમચી
  5. કોથમીરની પેસ્ટ- ૧/૪ કપ
  6. લીંબુનો રસ - ૧ મોટી ચમચી
  7. મરી પાવડર- ૧/૨ નાની ચમચી
  8. સ્વાદાનુસાર મીઠું
  9. ઈંડું - ૧ નંગ
  10. કોર્નફ્લોર - ૧/૨ કપ
  11. બ્રેડ ક્રમ્બજ - ૧/૨ કપ
  12. સજાવવા માટે લીંબુના ટુકડા
  13. કાળું મીઠું - એક ચપટી
  14. તેલ - તળવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલા આપણે માછલીના માંસને પાણીથી સાફ કરી લઈએ. અને રસોડાના રૂમાલથી દબાવીને સૂકવીએ.
  2. કાંદાની પેસ્ટ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, લીંબુનો રસ, લીલા મરચાંની પેસ્ટ, કોથમીરની પેસ્ટ અને મીઠા સાથે માછલીના માંસને મેરિનેટ કરો.
  3. ૧ ૧/૨ કલાક માટે તેને ઢાંકી અને ફ્રિજમાં મૂકો.
  4. ૧ ૧/૨ કલાક પછી ફ્રિજમાંથી મેરિનેટ કરેલ માછલી કાઢી અને એકબાજુ પર રાખો.
  5. ઈંડાંને ફેંટી અને તેને એંક સપાટ ડીશ પર મૂકો. કોર્નફ્લોર અને બ્રેડ ક્રમ્બજને પણ જુદી જુદી એક સપાટ ડીશ પર મૂકો.
  6. મેરિનેટ માછલીને પહેલા સૂકાં કોર્નફ્લોર અને ફેંટેલા ઈંડાં નાખી અને છેલ્લે બ્રેડ ક્રમ્બજમાં રગદોળો. બધા જ માછલીના માંસ માટે આ પ્રક્રિયા કરો.
  7. ફરી અડધા કલાક માટે તેને ઢાંકી અને પાછું ફ્રિજમાં મૂકો.
  8. એક ઊંડા વાસણમાં પર્યાપ્ત તેલ ગરમ કરો. રગદોળેલા માછલાંના માંસને બહાર કાઢી અને તેને એક પછી એક તળો.
  9. એક રસોડાનો રૂમાલ કાઢો અને વધારાનું તેલ દબાવીને કાઢી લો.
  10. કાળું મીઠું છાંટી અને લીંબુના ટુકડા સાથે તેને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર