મિક્સ વેજીટેબલ હાંડી | Mixed Vegetable Handi Recipe in Gujarati

ના દ્વારા Alka Jena  |  25th Sep 2015  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Mixed Vegetable Handi by Alka Jena at BetterButter
મિક્સ વેજીટેબલ હાંડીby Alka Jena
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  60

  મીની
 • પીરસવું

  4

  લોકો

464

0

મિક્સ વેજીટેબલ હાંડી વાનગીઓ

મિક્સ વેજીટેબલ હાંડી Ingredients to make ( Ingredients to make Mixed Vegetable Handi Recipe in Gujarati )

 • 25 - કાજુ
 • 2 - મધ્યમ કદની ગાજર (ચોસલામાં કાપેલી)
 • 2 - મધ્યમ કદના બટાકા (ચોસલામાં કાપેલા)
 • ફ્લાવર - 1/2 કપ (નાના ટુકડામાં કાપેલું)
 • 15 થી 20 નંગ - ફણસી (નાના ટુકડામાં કાપેલી)
 • 1/2 કપ - લીલા વટાણા
 • ડુંગળી - 1 ઝીણી સમારેલી
 • 2 - મધ્યમ કદના ટામેટા ઝીણા સમારેલા
 • 2 - લીલા મરચાં (ઝીણા ચીરેલા)
 • 1 નાની ચમચી - આદુ લસણની પેસ્ટ
 • 1 જુડી - તાજા ઝીણા સમારેલા કોથમીર
 • 1/2 નાની ચમચી - મેથીના સૂંકા પત્તા
 • 1/2 નાની ચમચી - લાલ મરચું
 • 1/4 નાની ચમચી - હળદર
 • 3/4 નાની ચમચી - ધાણાનો પાવડર
 • 1/4 નાની ચમચી - ગરમ મસાલો
 • 1 - તેજ પત્તું
 • 1/2 ઇંચ લાંબી - તજની લાકડી
 • 2 - લીલી ઇલાયચી
 • 2 - લવિંગ
 • 2 છૂંદેલા - જાવિત્ર
 • એક ચપટી જાયફળનો પાવડર
 • 2 મોટી ચમચી - બટર
 • 3 થી 4 મોટી ચમચી - મલાઈ
 • 1 નાની ચમચી - મીઠું
 • 1 નાની ચમચી - ખાંડ

How to make મિક્સ વેજીટેબલ હાંડી

 1. કાજુને ગરમ પાણીનાં 30 મિનિટ સુધી પલાળી રાખો. ગાળી લો અને કાજુની સરસ પેસ્ટ બનાવી લો. એક બાજુ પર મૂકી દો.
 2. બધી શાકભાજીને બાફી લો. જો તમને ગમે તો તમે શાકભાજીને તળી પણ શકો છો. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી મે તળવાનું પસંદ નથી કર્યું અને શાકભાજી બાફી છે. ખાતરી કરો કે શાકભાજી વધારે કે ઓછી ના રંધાય.
 3. હાંડીમાં બટર ગરમ કરો, જો તમારી પાસે હાંડી ન હોય, તો તમે સામાન્ય કઢાઇ પણ વાપરી શકો છો.
 4. હવે તેજ પત્તુ, લીલા ઇલાયચી, જાવિત્ર, તજની લાકડી અને લવિંગને બટરમાં નાખો અને થોડી વાર માટે સાંતળો.
 5. ઝીણી સમારેલી ડુંગળી નાખો અને તેનો રંગ સોનેરી તપખીરી થાય ત્યાં સુધી સાંતળો. આદુ લસણની પેસ્ટ નાખો અને પેસ્ટની કાચી સુગંધ જતી રહે ત્યાં સુધી સાંતળો.
 6. સમારેલા ટામેટા અને કોથમીર નાખો અને ટામેટા જ્યાં સુધી નરમ થઈ જાય ત્યાં સુધી અને હાંડીની બાજુઓ પર તેલ છૂટવા માંડે ત્યાં સુધી સાંતળો.
 7. હળદર, લાલ મરચું અને ધાણાનો પાવડર નાખો અને ઝડપથી હલાવી દો.
 8. હવે 1 નાની ચમચી ખાંડ સાથે કાજુની પેસ્ટ નાખો અને બાજુઓ પરથી તેલ છૂટવા માંડે ત્યાં સુધી હલાવતા રહો.
 9. હવે 1/2 કપ પાણી, મીઠું નાખો અને ઉકળવા દો. ચીરેલા લીલા મરચાં નાખો અને તેને ધીમી આંચ પર 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દો.
 10. બાફેલા શાકભાજીને રસમાં નાખો. સારી રીતે હલાવો અને શાકભાજીને રસામાં બીજી 2થી 3 મિનિટ માટે ઉકાળો. એકવાર રસો થોડો જાડો થઈ જાય પછી એક ચપટી જાયફળનો પાવડર નાખો.
 11. રસામાં છૂંદેલા મેથીના પત્તા અને ગરમ મસાલો નાખો.
 12. છેલ્લે મલાઈ નાખો અને સારી રીતે હલાવીને ગેસ બંધ કરી દો.
 13. તમારી પસંદગીની રોટલી, પરાઠા અથવા નાન સાથે ગરમાગરમ પીરસો.

Reviews for Mixed Vegetable Handi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો