Open in app

ચીલી પનીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Prabal Kirtika30th Sep 2015

Chilli Paneer ના વિશે

Ingredients to make Chilli Paneer in gujarati

  • 400 ગ્રામ પનીર (કૉટેજ ચીઝ)
  • મધ્યમ કદના ચોસલામાં કાપેલું એક શિમલા મરચું
  • મોટા કદના ચોસલામાં કાપેલી 1 ડુંગળી
  • 1 નાની ચમચી છીણેલું આદુ
  • 2 મોટી ચમચી લોટ
  • 1/4 કપ પાણી
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/4 નાની ચમચી મરી
  • 1 અને 1/2 નાની ચમચી સોયા સૉસ
  • 2 નાની ચમચી લાલ મરચાંનો સૉસ
  • 2 મોટી ચમચી ટમેટાનો સૉસ
  • 2 સૂકા લાલ મરચાં
  • 2 મોટી ચમચી તેલ
  • 1 નાની ચમચી મધ
  • પાણીમાં ભેળવેલો થોડો મકાઇનો લોટ

How to make Chilli Paneer in gujarati

  1. પનીરને મોટા ચોસલામાં કાપો અને કિચન ટાવેલ વડે સૂકવો. તેની પર મકાઇનો લોટ ભભરાવો અને એકબાજુ મૂકી દો. શિમલા મરચું અને ડુંગળીને ચોસલામાં કાપો. લોટમાં મીઠું અને મરી નાખીને મિશ્રિત કરો, તેમાં પાણી નાખીને એક જાડી પેસ્ટ બનાવો.
  2. પનીરના ટુકડાઓને આ લોટના મિશ્રણમાં બોળીને નૉન સ્ટીક કઢાઇમાં સાંતળો. જો તમે ઈચ્છો તો પનીરને પૂરેપૂરી રીતે પણ તળી શકો છો.
  3. એક કઢાઇમાં તેલ ગરમ કરો, તેમાં લાલ મરચું, આદુ, ડુંગળી અને શિમલા મરચાંના ચોસલા નાખો. થોડી વાર હલાવતા હલાવતા સાંતળો અને પનીરના ચોસલા નાખો. બધાને સારી રીતે ભેળવી લો.
  4. તેને ટામેટાંની પ્યુરી, સોયા સૉસ, સરકો અને લાલ મરચાંના સૉસમાં ભેળવી લો. પાણીમાં બનાવેલા મકાઇના લોટના મિશ્રણને ઉમેરો. હલાવો અને મધ નાખો. થોડી મરચાની અધકચરી ભૂકી નાખો.
  5. સ્ટાર્ટર તરીકે અથવા ફ્રાઇડ રાઇસ તથા નૂડલ્સની સાથે-સાથે ખાવા માટે ગરમાગરમ પીરસો. આનંદ માણો!

Reviews for Chilli Paneer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chilli Paneer in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    13 likes
  • પનીર કઢાઈ

    11 likes