કઢાઇ પનીર | Kadai Paneer Recipe in Gujarati

ના દ્વારા Sagarika Sudharshan  |  4th Oct 2015  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Kadai Paneer by Sagarika Sudharshan at BetterButter
કઢાઇ પનીરby Sagarika Sudharshan
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

1657

0

કઢાઇ પનીર વાનગીઓ

કઢાઇ પનીર Ingredients to make ( Ingredients to make Kadai Paneer Recipe in Gujarati )

 • 2 કપ પનીરના કાપેલા ચોસલા
 • 2 મોટા કદની ડુંગળી
 • 4 લાલ ટામેટા
 • 2 મધ્યમ કદના શિમલા મરચાં (હું એક લાલ અને એક પીળું શિમલા મરચું વાપરું છું)
 • 1 નાની ચમચી આદુ લસણની પેસ્ટ.
 • 6 કાશ્મીરી લાલ મરચું (તમારા સ્વાદાનુસાર નાખો)
 • 3 નાની ચમચી ધાણા
 • કાજુ 10 (વૈકલ્પિક)
 • 1/3 તાજી મલાઈ
 • કાશ્મીરી મરચાંનો પાવડર સ્વાદાનુસાર
 • 1 નાની ચમચી ગરમ મસાલો
 • 1/2 મોટી ચમચી કસુરી મેથી
 • થોડા કઢીપત્તા
 • મીઠું સ્વાદાનુસાર
 • 3 મોટી ચમચી તેલ

How to make કઢાઇ પનીર

 1. લાલ મરચાં અને જીરુંને કોરા શેકો જ્યાં સુધી તેમાંથી સુગંધ ના આવે, આંચ બંધ કરી દો અને મિક્સરમાં અધકચરું પીસી લો.
 2. 10 મિનિટ માટે કાજુને પાણીમાં પલાળો અને તેને પીસીને એક મુલાયમ પેસ્ટ બનાવો. (જો તમે કાજુનો ઉપયોગ કરવાના હોવ તો આ પગલું ભરો, અથવા જો જવા દો)
 3. એક મોટી ડુંગળીને પીસીને તેની પેસ્ટ બનાવો, એક બાજુએ મૂકી દો.
 4. ટામેટાને પીસીને એક મુલાયમ પેસ્ટ બનાવો અને બાજુ પર મૂકી દો.
 5. બાકી બચેલી એક મોટી ડુંગળી, પનીર અને શિમલા મરચાંના ચોસલા કાપો અને બાજુ પર મૂકી દો.
 6. કઢાઇમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરો અને પનીરના ચોસલા આછા પીળા રંગના થાય ત્યાર સુધી તળો, કઢાઇમાંથી કાઢી લો અને બાજુ પર મૂકી દો.
 7. તે જ કઢાઇમાં બીજુ એક મોટી ચમચી તેલ લો અને ડુંગળી અને શિમલા મરચાંના ચોસલાને 5 મિનિટ સુધી તળો પછી કાઢી લો. આનાથી રસમાં શાકભાજી કુરકુરા બને છે.
 8. બાકી બચેલું તેલ કઢાઇમાં નાખો. ડુંગળીની અને આદુ લસણની પેસ્ટ નાખો અને કાચી ગંધ જતી રહે ત્યાં સુધી સાંતળો.
 9. હવે અધકચરી રીતે પીસેલું લાલ મરચું અને ધાણાનો પાવડર નાખો અને એક મિનિટ માટે સાંતળો.
 10. કઢાઇમાં ટામેટાની પ્યુરી નાખો અને રંધાવા દો.
 11. થોડું પાણી, મરચું, મીઠું, ગરમ મસાલો અને કાજુની પેસ્ટ નાખો. કાજુની પેસ્ટની કાચી ગંધ જતી રહે ત્યાં સુધી સારી રીતે બધું ભેળવો.
 12. આંચ ધીમી કરો અને મલાઈ નાખો. રસો જાડો થાય ત્યાં સુધી સારી રીતે ભેળવતા રહો. - હવે રસા પર પનીર, ડુંગળી અને શિમલા મરચું નાખો અને જ્યાં સુધી શાકભાજી અને પનીર રસામાં બરાબર મિશ્ર ન થઈ જાય ત્યાં સુધી, 5 મિનિટ માટે તેને રસામાં બફાવા દો.
 13. કસુરી મેથી નાખો અને સારી રીતે ભેળવો, છેલ્લે કોથમીર નાખો અને ગેસ બંધ કરો. ગરમાગરમ પીરસો.

My Tip:

-કાજુની પેસ્ટ નાખવું વૈકલ્પિક છે. - પનીરને ઉપર-ઉપરથી તળવાને બદલે તમે તેને પાણીમાં 30 સેકન્ડ સુધી બોળીને રાખી શકો છો અને પછી તુરંત તેને રસામાં નાખી શકો છો જેથી પનીર નરમ રહે. - હું થોડો નારંગી રંગનો પણ છંટકાવ કરું છું પણ તે વૈકલ્પિક છે. - તાજી મલાઈને બદલે તમે 1/2 કપ દૂધ પણ નાખી શકો છો.

Reviews for Kadai Paneer Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો