છોલે ભટુરે | Chole Bhature Recipe in Gujarati

ના દ્વારા Anju Bhagnari  |  8th Mar 2017  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Chole Bhature by Anju Bhagnari at BetterButter
છોલે ભટુરેby Anju Bhagnari
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  40

  મીની
 • પીરસવું

  6

  લોકો

663

0

છોલે ભટુરે

છોલે ભટુરે Ingredients to make ( Ingredients to make Chole Bhature Recipe in Gujarati )

 • ભટુરે માટે - 2 કપ મેંદો
 • 1/2 કપ દહીં ( નરમ લોટ બાંધવા માટે જરૂર હોય તે મુજબ ઉપયોગ કરો )
 • મીઠું સ્વાદાનુસાર
 • 1 નાની ચમચી તેલ
 • છોલે માટે - 2 કપ કાબુલી ચણા
 • 2 સમારેલી મોટી ડુંગળી
 • 2 સમારેલા ટામેટા
 • 1 લીલું મરચું
 • 1 નાની ચમચી આદુ-લસણનું મિશ્રણ (પેસ્ટ)
 • 1 નાની ચમચી લાલ મરચાનો પાવડર
 • 1 નાની ચમચી જીરાનો પાવડર
 • 1 નાની ચમચી ધાણાનો પાવડર
 • 1 નાની ચમચી ગરમ મસાલાનો પાવડર
 • 1/2 નાની ચમચી હળદર
 • 1 નાની ચમચી છોલેનો મસાલો
 • મીઠું સ્વાદાનુસાર
 • જરૂરીયાતા મુજબનું પાણી
 • તળવા માટે તેલ
 • પીરસવા માટે - ગોળ કાપેલા લીંબુ અને ડુંગળી

How to make છોલે ભટુરે

 1. છોલે બનાવવાની રીત - 2 કપ છોલેને આખી રાત પાણીમાં પલાળી રાખો.
 2. સવારે તેમાં મીઠું, 1/2 નાની ચમચી લાલ મરચાંનો પાવડર, 1/4 નાની ચમચી હળદર, 1/2 નાની ચમચી ગરમ મસાલો નાખો.
 3. તેને 4-5 કપ પાણીમાં ભારે આંચ પર કૂકરમાં 3 સીટી વીગે ત્યાં સુધી બફાવા દો.
 4. તે નરમ થઈ જશે અને 95 % સુધી રંધાઇ જશે.
 5. રસો બનાવવા માટે, કૂકરમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરો.
 6. તેમાં સમારેલી ડુંગળી નાખો.
 7. સોનેરી તપખીરી રંગ આવે ત્યાં સુધી ધીમી આંચ પર 10 મિનિટ રંધાવા દો, વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
 8. 1 નાની ચમચી જીરાનો પાવડર, મીઠું, 1 નાની ચમચી ધાણાનો પાવડર, 1/2 નાની ચમચી ગરમ મસાલો, 1/2 નાની ચમચી લાલ મરચાંનો પાવડર, 1 નાની ચમચી છોલેનો મસાલો અને 1 નાની ચમચી આદુ-લસણની પેસ્ટ જેવાં સૂકા મસાલા નાખો.
 9. 1 મિનિટ સુધી સાંતળો અને તેમાં ટામેટા તથા લીલા મરચાં નાખો.
 10. ટામેટા બરાબર બની જાય ત્યાં સુધી રાંધો.
 11. 1 કપ પાણી ઉમેરો.
 12. ભારે આંચ પર કૂકરમાં એક સીટી વગાડો.
 13. કૂકરમાંથી બધી વરાળ નીકળે પછી, વલોણીથી રસાને વલોવો.
 14. તે આવું દેખાશે.
 15. બાફેલા છોલે ઉમેરો અને કઢાઇ પર ઢાંકણ મૂકીને ધીમી આંચ પર 10 મિનિટ સુધી સાંતળાવા દો.
 16. 1 કપ પાણી ઉમેરો અને કૂકરની એક સીટી વાગવા દો જેથી રસાનાં બધા મસાલા છોલેમાં બરાબર ભળી જાય.
 17. તેની રીતે જ બધી વરાળ નીકળી જવા દ અને છોલે પીરસવા માટે તૈયાર થઈ જશે.
 18. ભટુરે બનાવવાની રીત - એક મોટી તાસળીમાં મેંદો, દહીં, મીઠું સ્વાદાનુસાર અને 1 નાની ચમચી તેલ લો.
 19. ઢીલો લોટ બાંધો.
 20. લોટ થોડો ફુલી જાય તે માટે 3 કલાક (ઉનાળામાં) અથવા 5 કલાક (શિયાળામાં) સુધી એમ જ રહેવા દો.
 21. ભટુરે તળવા માટે કઢાઇમાં તેલ ગરમ કરો.
 22. દરમિયાનમાં, જેમ આપણે રોટલી / પુરી બનાવીએ છીએ તેમ લોટનું એક નાનું ગુલ્લુ લો અને વણો.
 23. લોટ થોડો નરમ હોવાથી વણતી વખતે થોડા કોરા લોટનો પણ ઉપયોગ કરો.
 24. ધીમીથી મધ્યમ આંચ પર તેને તળો.
 25. ઝારા વડે તેને તેલમાં દબાવો જેથી ભટુરા ફુલી જાય.
 26. બન્ને બાજુઓ સોનેરી તપખીરી થાય ત્યાં સુધી તળો.
 27. ભટુરાને ટીશ્યૂ પેપર પર ઉતારો જેથી વધારાનું તેલ શોષાઇ જાય. ગરમાગરમ પીરસો.

Reviews for Chole Bhature Recipe in Gujarati (0)