હોમ પેજ / રેસિપી / દાળ તડકા રેસ્ટૉરન્ટ સ્ટાઇલમાં

Photo of Dal Tadka Restaurant Style by Shivani Jain Awdhane at BetterButter
5933
155
4.5(2)
0

દાળ તડકા રેસ્ટૉરન્ટ સ્ટાઇલમાં

May-31-2017
Shivani Jain Awdhane
25 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પ્રેશર કુક
  • તળવું
  • મુખ્ય વાનગી
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. મસૂર / તુવેર / મગની દાળ 1 કપ
  2. ઘી/બટર 2 નાની ચમચી
  3. તાજી મલાઈ 1/2 કપ
  4. 1 મોટી સમારેલી ડુંગળી
  5. 1 મોટું સમારેલું ટામેટુ
  6. અધકચરી કાપેલી લસણની 5 કળી
  7. 1/4 કપ કોથમીર
  8. 2 સમારેલા લીલા મરચાં
  9. 1 મોટી ચમચી હળદર
  10. 1 મોટી ચમચી લાલ મરચાંનો પાવડર
  11. 1 મોટી ચમચી ઘાણાનો પાવડર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. તડકા માટે :
  14. એક મોટી ચમચી બટર/ઘી
  15. 1 મોટી ચમચી રાઈ
  16. 1 મોટી ચમચી જીરું
  17. અધકચરી છૂંદેલી લસણની 5 કળી
  18. 1 સૂકું લાલ મરચું

સૂચનાઓ

  1. તુવેરની દાળને ધોઇને કૂકરમાં ધીમી આંચે 3 સીટી વાગે ત્યાં સુધી બાફો.
  2. એકવાર બફાઇ જાય પછી, તેને રૂમના તાપમાન જેટલી ઠંડી થવા દો.
  3. કઢાઇ ગરમ કરીને તેમાં તેલ નાખો, લસણની પેસ્ટ અને લીલું મરચું નાખો.
  4. હવે ડુંગળી નાખો.. તપખીરી રંગની થાય ત્યાં સુધી વઘારો.
  5. હવે સમારેલા ટામેટા નાખો.
  6. ટામેટા નરમ પડે ત્યાં સુધી રાંધો.
  7. હવે હળદર, લાલ મરચાં અને ધાણાનો પાવડર નાખો.
  8. હવે બાફેલી દાળ તેમાં નાખો.
  9. તેમાં 1 કપ ગરમ પાણી નાખીને હલાવો.
  10. દાળ ઊકળે ત્યાં સુધી તેને ધીમી આંચે રાંધો.
  11. હવે તેમાં તાજી મલાઈ નાખો.
  12. સારી રીતે બધું ભેળવો.
  13. હવે કોથમીર અને મીઠું નાખો.
  14. દાળ ઊકળવા લાગે અથવા પરપોટા આવા લાગે ત્યાં સુધી રાંધો, હવે આંચ બંધ કરો.
  15. દાળને પીરસવાની થાળીમાં રેડો.
  16. તકડો તૈયાર કરવા માટે, કઢાઇમાં ધી ગરમ કરો, હીંગ નાખો, પછી રાઈ અને જીરું નાખો પછી તડતડીયા આવે એટલે આદુ અને લાલ મરચું નાખો.
  17. તડતડીયા બંધ થાય પછી તડકાને દાળ પર રેડો.
  18. ઢાંકણ ઢાંકી દો...પીરસવાના સમયે ઢાંકણ ખોલો.
  19. દાળને બરાબર હલાવો અને પછી ભાત અથવા રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Gokal Rabati
Jul-13-2019
Gokal Rabati   Jul-13-2019

Nice

Neeta Jethva
Feb-16-2019
Neeta Jethva   Feb-16-2019

ખૂબ સરસ:ok_hand::ok_hand:

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર