બૅબી કૉર્ન કેપ્સિકમ કરી | Baby corn capsicum curry Recipe in Gujarati

ના દ્વારા Femina Shiraz  |  1st Jun 2017  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Baby corn capsicum curry by Femina Shiraz at BetterButter
બૅબી કૉર્ન કેપ્સિકમ કરી by Femina Shiraz
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  3

  લોકો

318

0

બૅબી કૉર્ન કેપ્સિકમ કરી

બૅબી કૉર્ન કેપ્સિકમ કરી Ingredients to make ( Ingredients to make Baby corn capsicum curry Recipe in Gujarati )

 • બૅબી કૉર્ન 8 (નાના મકાઇના ડોડા)
 • પીળા શિમલા મરચાં (ચોસલા કાપેલા) 1/2
 • ડુંગળી (સમારેલી) 1
 • ટામેટુ (સમારેલું) 1
 • 1 નાની ચમચી આદુ લસણની પેસ્ટ
 • 4 મોટી ચમચી રાઈનું તેલ અથવા અન્ય કોઈ તેલ
 • 2 મોટી ચમચી બટર
 • 1 નાની ચમચી જીરું
 • 1/4 નાની ચમચી હળદર
 • 1 નાની ચમચી લાલ મરચું
 • 1 નાની ચમચી ધાણા
 • 1/2 ચમચી ધાણા, તજ અને જીરા પાવડરનું મિશ્રણ
 • 1/2 નાની ચમચી ગરમ મસાલો
 • કાજુ 8
 • મીઠું સ્વાદાનુસાર
 • પાણી જરૂરીયાત પ્રમાણે
 • 1/4 કપ દૂધ
 • 1 મોટી ચમચી કોથમીર (સમારેલા)

How to make બૅબી કૉર્ન કેપ્સિકમ કરી

 1. દરેક બૅબી કૉર્નને બે ટુકડામાં કાપો અને દરેક ટુકડાને સરખી લંબાઈમાં ફરીથી ચીરો.
 2. ચીરેલા બૅબીકૉર્નને પાણીમાં 5 મિનિટ માટે બાફો.
 3. ત્યાર બાદ કઢાઇમાં બટર ગરમ કરો.
 4. બાફેલા બૅબીકૉર્નની ચીરીઓને નાખો અને 2 મિનિટ સુધી સાંતળો.
 5. ત્યાર પછી શિમલા મરચાંના ચોસલા નાખો અને એક મિનિટ માટે સાંતળો.
 6. થોડું મીઠું નાખો અને ભેળવો.
 7. એકવાર થઈ જાય પછી, કઢાઇને ગેસ પરથી ઊતારી લો અને એક બાજુ પર મૂકી દો.
 8. આગળ, તે જ કઢાઇમાં 2 મોટી ચમચી તેલ નાખો.
 9. પછી તેમાં સમારેલી ડુંગળી નાખો અને તે આછી ગુલાબી પડી જાય ત્યાં સુધી સાંતળો.
 10. હવે, આદુ લસણની પેસ્ટ નાખો અને કાચી સુગંધ જતી રહે ત્યાં સુધી સાંતળો.
 11. પછી સમારેલા ટામેટા નાખો અને તે નરમ પડે ત્યાં સુધી સાંતળો.
 12. આગળ, હળદર, લાલ મરચું, ધાણા, તજ, જીરું નાખો અને સારી રીતે ભેળવો અને ગરમ મસાલો નાખીને ફરીથી સારી રીતે ભેળવો.
 13. સ્વાદાનુસાર મીઠું નાખો.
 14. ગેસ બંધ કરો.
 15. જ્યારે આ મસાલો ઠંડો પડી જાય, તેમાં 2-3 મોટી ચમચી પાણી નાખીને પીસીને એક મુલાયમ પેસ્ટ બનાવો.
 16. આગળ, એક કઢાઇમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરો.
 17. જીરું નાખો.
 18. આગળ, પીસેલી મસાલાની પેસ્ટ નાખો અને તે ઉપર તરી આવે ત્યાં સુધી સાંતળો.
 19. હવે તળેલા બૅબીકૉર્ન અને શિમલા મરચાંના ટુકડા નાખો અને ભેળવો.
 20. પછી દૂધ નાખો અને સારી રીતે ભેળવો.
 21. સમારેલા કોથમીર નાખો અને સારી રીતે ભેળવો.
 22. ઢાંકીને 2-3 મિનિટ સુધી રાંધો.
 23. આંચ બંધ કરી દો.
 24. ગરમાગરમ પીરસો.

Reviews for Baby corn capsicum curry Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો