હોમ પેજ / રેસિપી / રાજમા ચાવલ

Photo of Rajma Chawal by ananya gupta at BetterButter
836
47
0.0(0)
0

રાજમા ચાવલ

Jun-08-2017
ananya gupta
480 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • બીજા
 • હિમાચલ
 • પ્રેશર કુક
 • ઉકાળવું
 • સાંતળવું
 • મુખ્ય વાનગી
 • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

 1. 1 અને 1/2 કપ રાજમા
 2. રાજમા બાફવા માટે 3 કપ પાણી
 3. રાજમા બાફવા માટે 1 નાની ચમચી મીઠું
 4. રસો બનાવવા માટે:
 5. મધ્યમ કદના 4 ટામેટાની પ્યુરી
 6. 2 સમારેલી ડુંગળી
 7. 1-ઇંચ લાંબુ છોલેલું અને સમારેલું આદુ
 8. દાણા કાઢીને સમારેલા 2 લીલા મરચાં
 9. છોલેલા લસણની 5-6 કળી
 10. 1 નાની ચમચી કાશ્મીરી મરચું
 11. 1 નાની ચમચી ગરમ મસાલો
 12. 1 નાની ચમચી હળદર
 13. 1 મોટી ચમચી ધાણાનો પાવડર
 14. 1 નાની ચમચી આમચૂર પાવડર
 15. મીઠું સ્વાદાનુસાર
 16. 4 મોટી ચમચી રાઈનું તેલ/ કોઈપણ તેલ
 17. 1 તેજ પત્તુ
 18. સજાવટ માટે:
 19. તાજા કોથમીરની સમારેલી 1 જુડી
 20. ચાવલને બાફવા માટે:
 21. 1 કપ ચાવલ (ચોખા)
 22. 3 કપ પાણી
 23. 1 નાની ચમચી મીઠું
 24. 2 લીલી ઇલાયચી
 25. 1 મોટી ચમચી ઘી

સૂચનાઓ

 1. સૌથી પહેલાં, રાજમાને 2-3 વખત પાણીની ધાર નીચે ધોઈ લો અને આખી રાત પાણીમાં પલાળી રાખો અથવા બનાવતા પહેલાં 7-8 કલાક પલાળી રાખો.
 2. ચાવલને ધોઈને 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો.
 3. કઢાઇમાં ઘી ગરમ કરો અને પૂરતું ગરમ થઈ જાય ત્યારે તેમાં ઇલાયચી નાખીને સાંતળી લો. તેમાં 3 કપ પાણી નાખીને બાફી લો. તેમાં ચાવલ નાખો અને સારી રીતે બની જાય ત્યાં સુધી રાંધો. બધું પાણી ગાળી લો.. તેને એક વાટકામાં કાઢી લો, તેમાં 1 નાની ચમચી ઘી નાખો અને બાજુ પર મૂકી દો.
 4. હવે રાજમા બનાવવાની તૈયારી:
 5. એક કૂકરમાં પલાળેલા રાજમા પાણી સાથે જ નાખો.. મીઠું નાખીને રાજમાને કમસે કમ 20 મિનિટ સુધી અથવા તે નરમ પડે ત્યાં સુધી બાફો. જો 20 મિનિટ પછી પણ તે બરાબર ના બફાયા હોય તો થોડું વધારે પાણી નાખો અને 10-15 મિનિટ માટે બાફો. રાજમા નરમ બફાવા જોઈએ.
 6. દરમિયાનમાં, ટામેટા સમારીને પ્યુરી બનાવી લો.
 7. ડુંગળી, આદુ, લસણ અને મરચાંને સમારીને તેની પ્યુરી બનાવો.. એક બાજુ પર મૂકી દો.
 8. રાઈ/તેલને કૂકરમાં કે મોટી કઢાઇમાં રમ કરો.
 9. તેજ પત્તા નાખો.
 10. જીરું, ડુંગળી, આદુ, લસણ અને મરચાંની પ્યુરી નાખો.
 11. કાચી સુવાસ જતી રહે ત્યાં સુધી સાંતળો. મરચું, હળદર, ધાણાનો પાવડર જેવા બધા મસાલા નાખો અને બરાબર ભેળવો.
 12. ટામેટાની પ્યુરી નાખો, સારી રીતે ભેળવો. તેલ છૂટે ત્યાં સુધી રાંધો.
 13. પાણી સાથેના બાફેલા રાજમા નાખો. મીઠું, ગરમ મસાલા, આમચૂર પાવડર નાખો અને જરૂરીયાત પ્રમાણે બરાબર ભેળવો.
 14. એક સીટી સુધી ગરમ કરો અથવા રસો જાડો થાય તેવી રીતે રાંધો.
 15. રાજમા તૈયાર છે.. સમારેલા કોથમીર સાથે સજાવટ કરો અને તેની પર લીંબુ નીચોવો.
 16. ચાવલ સાથે ગરમાગરમ પીરસો. પેટ ભરી દેનારું ભોજન. ચાવલ, રોટલી અથવા નાન સાથે આનંદ લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર