ઈંડાં બિરયાની | Egg Biryani Recipe in Gujarati

ના દ્વારા Aameena Ahmed  |  13th Nov 2015  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Egg Biryani by Aameena Ahmed at BetterButter
ઈંડાં બિરયાનીby Aameena Ahmed
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

1090

0

Video for key ingredients

 • How to make Coconut Milk

ઈંડાં બિરયાની વાનગીઓ

ઈંડાં બિરયાની Ingredients to make ( Ingredients to make Egg Biryani Recipe in Gujarati )

 • ઈંડાંના મિશ્રણ માટે
 • ઈંડાં - ૬
 • તેલ - ૧/૨ કપ
 • આખો ગરમ મસાલો (૪-૬ લવિંગ ૪-૬ કાળા મરી)
 • લીલી એલચી - ૨, મોટી એલચી -૨, તજ -૨
 • ૨ કાંદા મધ્યમ લાંબા કાપેલા
 • ૩ ટમાટર મધ્યમ લાંબા કાપેલા
 • નારિયેળનું દૂધ - ૧/૨ કપ
 • આદુ લસણની પેસ્ટ - ૧ મોટી ચમચી
 • હળદર - ૧/૨ નાની ચમચી
 • મીઠું - ૧ ભરેલી નાની ચમચી
 • લાલ મરચાંનો પાવડર - ૧ ૧/૨ નાની ચમચી
 • જીરું પાવડર - ૧ નાની ચમચી
 • ધાણા પાવડર - ૧ નાની ચમચી
 • આખા લીલા મરચાં - ૫
 • લીલી કોથમીર - ૧ નાની જુડી
 • ફુદીના - ૧૦-૧૨ પાંદડાં
 • ગરમ મસાલો પાવડર - ૧/૨ નાની ચમચી
 • ભાત માટે:
 • ચોખા - ૧ કિલો (૩૦ મિનિટ માટે પલાળેલા)
 • મીઠું સ્વાદાનુસાર

How to make ઈંડાં બિરયાની

 1. સખત પાણીમાં ઈંડાંને બાફો. બાફ્યા પછી કવચ કાઢી અને બાજૂમાં મૂકો.
 2. એક પૅન લો, તેમાં અડધો કપ તેલ ઉમેરો, પછી આખા ગરમ મસાલા નાખી લાંબા કાપેલા કાંદા નાખી અને તેઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
 3. લસણ આદુની પેસ્ટ નાખીને એક મિનિટ સુધી સાંતળો અને પછી હળદર, મીઠું, લાલ મરચું પાવડર, જીરા પાવડર, ધાણા પાવડર, અને થોડું પાણી ઉમેરો અને બધાને ફરી સારી રીતે સાંતળો.
 4. લાંબા કાપેલા ટમાટર ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. હવે નારિયેળનું દૂધ ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. બાફેલા ઈંડાં ઉમેરો, કાળજીપૂર્વક ભેળવો અને આખા મિશ્રણને બાજુ પર મૂકો.
 5. ભાત માટે; પાણીને મીઠું નાખીને ઉકાળો.
 6. બાસમતી ચોખા ઉમેરી તે ૩/૪ ભાગના ચડવા દો પછી તેનું પાણી કાઢી અને બાજુ પર મૂકો.
 7. હવે થર કરવા માટે, એક તપેલાને (જાડાં તળિયાવાળું ગોળ વાસણ રાંધવા) ગ્રીસ કરી તેમાં ૧ ટીસ્પૂન ઘી નાખી પછી પહેલો થર ભાતનો કરો પછી ઈંડાંના મિશ્રણને ઉમેરો એના પર લીલા મરચાં, લીલી કોથમીર, ફુદીના, ગરમ મસાલો ઉમેરો
 8. પહેલા ડીશને એલ્યુમિનિયમ ફોઈલથી બંધ કરો અને પછી ઢાંકણું ઢાંકો સાથે તેના પર વજન રાખો. ૫ મિનિટ માટે ઉચ્ચ આંચ પર રાંધો અને ૧૦ મિનિટ માટે ધીમી આંચ પર. ઈંડાં બિરયાની પીરસવા માટે તૈયાર છે.

My Tip:

ટીપ: પીરસવાની પહેલા બિરયાની ડીશને સ્ટોવ પર ૩૦ મિનિટ માટે છોડી મૂકી રાખો.

Reviews for Egg Biryani Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો