મિસળ પાવ | Misal Pav Recipe in Gujarati

ના દ્વારા Poonam Bachhav  |  26th Nov 2015  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Misal Pav by Poonam Bachhav at BetterButter
મિસળ પાવby Poonam Bachhav
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

2650

0

Video for key ingredients

  મિસળ પાવ

  મિસળ પાવ Ingredients to make ( Ingredients to make Misal Pav Recipe in Gujarati )

  • ઉસળ માટે : 1 1/2 કપ ફણગાવેલા મગ (મટકી)
  • ઝીણી સમારેલી 1 ડુંગળી અને 1 ટામેટું
  • 2 ઝીણા સમારેલા મરચાં
  • 2-3 કઢીપત્તાની ડાળખી
  • 1 મોટી ચમચી સીંગદાણા
  • 1/4 નાની ચમચી રાઈ, જીરું અને હળદર
  • એક ચપટી હીંગ
  • 2 મોટી ચમચી તેલ
  • રસા માટે : 2-3 ફ્લાવર
  • 4-5 સૂકા નાળિયેરના ટુકડા
  • 2 સૂકા કાશ્મીરી મરચાં
  • ઝીણી સમારેલી 1 ડુંગળી અને 1 ટામેટુ
  • લસણની 2-3 કળી
  • 1/2 ઇંચ લાંબો આદુનો ટુકડો
  • 1 નાની ચમચી લાલ મરચું અને ગરમ મસાલો
  • 2 મોટી ચમચી તેલ
  • 1/4 નાની ચમચી ખાંડ
  • મીઠું સ્વાદાનુસાર
  • અન્ય સામગ્રી : પાવ (બન) જરૂરીયાત પ્રમાણે
  • 1 કપ રાંધેલા કાંદા પૌંઆ
  • 1/4 કપ ફરસાણ અથવા સેવ
  • 1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી, બાફેલા બટાકા અને તાજા કોથમીર
  • 2-3 લીંબુના ટુકડા

  How to make મિસળ પાવ

  1. ઉસળ બનાવવા માટે: મગ / મટકીને 7-8 કલાક માટે પાણીમાં પલાળો. પાણી ગાળી લો અને એક કપડામાં કડક બાંધી લો. એક ગરમ જગ્યામાં તેને 8-10 કલાક સુધી અથવા ફણગાઇ જાય ત્યાં સુધી રાખી મૂકો. એકવાર ફણગાઇ જાય પછી, આ મગને ધોઈ નાખો અને તેને કૂકરમાં 4 કપ પાણી સાથે 2 સીટી વાગે ત્યાં સુધી બાફો. ઠંડુ પડે ત્યારે ગાળી લો અને વધેલા પાણીને રસો બનાવવા માટે સાચવો.
  2. એક કઢાઇમાં થોડું તેલ લઈને તેમાં રાઈ, જીરું, કઢીપત્તા, લીલા મરચાં, હિંગ અને હળદર નાખીને ધીમી આંચ પર વધારો. તેમાં સીંગદાણા, ડુંગળી અને ટામેટા નાખીને 1-2 મિનિટ સુધી સાંતળો. તેમાં ફણગાવેલા મગ નાખો. મીઠું ભભરાવો અને બીજી 2-3 મિનિટ માટે રાંધો, વચ્ચે વચ્ચે હલાવતા રહો. બાજુ પર મૂકી દો.
  3. રસો બનાવવા માટે: 1 મોટી ચમચી તેલ ગરમ કરો અને સૂકા લાલ મરચાં, સમારેલા ડુંગળી, ટામેટા, લસણ, આદુ, ફ્લાવર અને નાળિયેરની છીણને ઉપર ઉપરથી તળો (સાંતળો). ઠંડુ પડી જાય પછી, થોડાક પાણી સાથે બરાબર પીસી લો. એક કઢાઇમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરો. તેમાં 1/4 નાની ચમચી ખાંડ નાખો. આમ કરવાથી રસો લાલઘૂમ બને છે. (અંદરની વાત કહું છું).
  4. તેલ છૂટવા માંડે ત્યાં સુધી પીસેલા મસાલાને હલાવતા- હલાવતા સાંતળો. તેમાં લાલ મરચું અન ગરમ મસાલાનો પાવડર નાખો. મગનુમ બાકી બચેલું પાણી નાખો અને બરાબર ભેળવો. યોગ્ય જાડાઇ મેળવો. મીઠું અને સમારેલા કોથમીર નાખો અને આ રસાને 5-7 મિનિટ માટે ઉકાળો.
  5. મિસળ બનાવવા માટે: એક ઊંડાઇ ધરાવતી પીરસવાની થાળીમાં, 3-4 મોટી ચમચી તળેલી ઉસળ નાખો અને પછી 2-3 મોટી ચમચી કાંદા પૌંઆ નાખો. હવે તેમાં 2 ચમચા રસો નાખો, ત્યાર બાદ ફરસાણ, સમારેલા ડુંગળી અને બાફેલા બટાકા નાખો. ઝીણા સમારેલા કોથમીર અને લીંબુના ટુકડા વડે સજાવટ કરો. બટરમાં શેકેલા પાવ સાથે ગરમાગરમ પીરસો.

  Reviews for Misal Pav Recipe in Gujarati (0)

  શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો