હોમ પેજ / રેસિપી / મટર પનીર (કોરું)

Photo of Matar Paneer(dry) by Bindiya Sharma at BetterButter
11577
158
5.0(0)
0

મટર પનીર (કોરું)

Dec-24-2015
Bindiya Sharma
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ તાજા પનીરના ચોસલા
  2. 1/2 કપ લીલા વટાણા
  3. 1 મધ્યમ કદની ઝીણી સમારેલી ડુંગળી
  4. 3 મધ્યમ કદના ટામેટાની પ્યુરી
  5. 1/2 નાની ચમચી ગરમ મસાલો
  6. 3-4 સુકા લીલા મરચાં
  7. 1/4 નાની ચમચી હળદર
  8. 1/2 નાની ચમચી સૂકા ધાણાનો પાવડર
  9. 1/2 નાની ચમચી જીરા પાવડર
  10. 1/4 નાની ચમચી લાલ મરચું (વૈકલ્પિક)
  11. 1 નાની ચમચી આદુ-લસણની પેસ્ટ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 2 મોટી ચમચી તેલ
  14. ઝીણું કાપેલું કોથમીર - 1/4 કપ

સૂચનાઓ

  1. સૌથી પહેલા એક કઢાઇમાં તેલ ગરમ કરો અને ડુંગળી સાંતળી લો, પછી લાલ મરચું અને આદુ-લસણની પેસ્ટ નાખો અને પછી ટામેટા નાખો.
  2. કઢાઇમાં મસાલા બાજુ છોડવા માંડે અને તેલ અલગ પડવા માંડે ત્યાં સુધી રાંધો.
  3. હવે તેમાં હળદર, સૂકા ધાણાનો પાવડર, જીરા પાવડર અને ગરમ મસાલો નાખો.
  4. 2 કપ પાણી સાથે વટાણા નાખો, વટાણા નરમ પડે ત્યાં સુધી ઢાંકીને રંધાવા દો.
  5. ઢાંકણ હટાવી લો અને ઉકળવા દો. પીરસતા પહેલાં તેમાં પનીરના ચોસલા નાખો. રસાની ઇચ્ચછિત જાડાઇ માટે પાણીની માત્ર નક્કી કરો.
  6. કોથમીર વડે સજાવટ કરો અને રોટલી અથવા નાન સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર