હોમ પેજ / રેસિપી / વેજીટેબલ કટલૅટ્સ

Photo of Vegetable Cutlets by Sharon Dcosta at BetterButter
2271
132
4.7(0)
0

વેજીટેબલ કટલૅટ્સ

Dec-26-2015
Sharon Dcosta
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ બાફીને ચોળેલા બટાકા
  2. 1/4 કપ ગાજર (ઝીણું સમારેલું)
  3. 1/4 કપ ડુંગળી (ઝીણી સમારેલી)
  4. 1/4 કપ ફણસી (ઝીણી સમારેલી)
  5. 1 મોટી ચમચી સોયા સૉસ
  6. 1 મોટી ચમચી તેલ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/4 કપ લોટ
  9. 1 કપ બ્રેડનો ભૂકો
  10. 3 મોટી ચમચી ચણાનો લોટ (બેસન)

સૂચનાઓ

  1. કઢાઇમાં તેલ ગરમ કરો, ડુંગળી અને ફણસીને મીઠામાં સાંતળો.
  2. જો જરૂર પડે તો, થોડું પાણી ઉમેરો અને શાકભાજી નરમ પડે ત્યાં સુધી રાંધો. સોયા સૉસ નાખો અને બરાબર ભેળવો. ઠંડુ પાડવા માટે બાજુ પર મૂકો.
  3. એક વાટકામાં ચોળેલા બટાકા અને રાંધેલી શાકભાજી લો. બરાબર ભેળવો અને નાના ગુલ્લા બનાવો. હાથ વડે દબાવીને ચપટા કરો.
  4. એક નાના વાટકામાં, બેસનને પાણીમાં નાખીને ફીણેલું મિશ્રણ બનાવો.
  5. કટલૅટ્સ પર કોરા લોટનું પડ બનાવો, બેસનના ફીણેલા મિશ્રણમાં બોળો અને બ્રેડના ભૂકામાં રૉલ બનાવો.
  6. સોનેરી તપખીરી થાય ત્યાં સુધી તળો અને પછી ફુદીનાની ચટણી અને ટામેટાના કૅચ-અપ સાથે ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર