હોમ પેજ / રેસિપી / ચિકન ટિક્કા

Photo of Chicken Tikka by Zareena Siraj at BetterButter
707
57
5.0(0)
0

ચિકન ટિક્કા

Feb-05-2016
Zareena Siraj
15 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેલેન્ટાઇન ડે
 • નોન - વેજ
 • સામાન્ય
 • ખાદ્ય પીણાં

સામગ્રી સર્વિંગ: 4

 1. હડ્ડી વગરનું ચિકન - 250 ગ્રામ
 2. શિમલા મરચું (ચોસલા) - 2 નંગ
 3. ડુંગળી (ચોસલા) - 2 નંગ
 4. ટામેટા (ચોસલા) - 2 નંગ
 5. ધાણાનો પાવડર - 1 મોટી ચમચી
 6. આદુ અને લસણની પેસ્ટ - 1 મોટી ચમચી
 7. લાલ મરચું - 1 મોટી ચમચી
 8. હળદર - એક મોટી ચમચી
 9. જીરા પાવડર - 1 નાની ચમચી
 10. ગરમ મસાલાનો પાવડર - 1/2 નાની ચમચી
 11. દહીં - 1 કપ
 12. લીંબુનો રસ - 2 મોટી ચમચી
 13. થોડાક કોથમીર
 14. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

 1. ચિકનના ટુકડાને બરાબર ધોઇને સાફ કરો. એક બાજુએ મૂકી દો.
 2. એક વાટકામાં, દહીં, લાલ મરચું, ધાણાનો પાવડર, હળદર, ગરમ મસાલો, જીરા પાવડર, લીંબુનો રસ, કોથમીર, મીઠું, આદુ અને લસણની પેસ્ટને બરાબર ભેળવીને મિશ્રણ બનાવો.
 3. આ મિશ્રણને ચિકન, ટામેટા, શિમલા મરચું અને ડુંગળીના ટુકડાઓ પર નાખો અને હાથથી બરાબર ભેળવો, જેથી બધુ એકબીજા સાથે સારી રીતે મિશ્રિત થઈ જાય.
 4. દરમિયાનમાં 30 મિનિટ સુધી વાંસની સળીઓને પાણીમાં બોળી રાખો. હવે મેરિનેટ કરેલ ચિકન, શિમલા મરચું, ટામેટા અને ડુંગળીને એક-એક કરીને વાંસની સળી પર પરોવી લો.
 5. જ્યાં સુધી બધા ટુકડા સળી પર ન પરોવાય જ્યાં ત્યાં સુધી આમ કરતા રહો.
 6. ઑવનને 200 ડિગ્રી તાપમાને પહેલાથી ગરમ રાખો અને ચિકનવાળી વાંસની સળીઓને 30-40 મિનિટ સુધી ગ્રીલ કરો. (કૃપા કરીને સળીએનો સૌથી ઉપરના રૅક પર કે જે કોઇલની સૌથી નજીક હોય તેની પર રાખો).
 7. તેલ લગાવો અને સળીઓને ફેરવતા રહો જેથી બધી બાજુઓ બરાબર રીતે શેકાય.
 8. થઈ જાય ત્યારે, તેને એક પ્લેટમાં કાઢો અને ફુદીનાની ચટણી સાથે તેનો આનંદ લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર