હોમ પેજ / રેસિપી / વડા પાવ

Photo of Vada Pav by Afroz Shaikh at BetterButter
6406
343
4.6(0)
1

વડા પાવ

Feb-15-2016
Afroz Shaikh
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મહારાષ્ટ્ર
  • શેકેલું
  • પીસવું
  • ઉકાળવું
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 બાફેલા બટાકા
  2. તળવા માટે તેલ
  3. મીઠું સ્વાદાનુસાર (મિશ્રણ બનાવવા માટે)
  4. 1/4 નાની ચમચી હળદર (મિશ્રણ બનાવવા માટે)
  5. 1 કપ ચાણાનો લોટ/ બેસન (મિશ્રણ બનાવવા માટે)
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 2 નાની ચમચી સમારેલા કોથમીર
  8. 1 મોટી ચમચી તેલ
  9. 1/2 નાની ચમચી હળદર
  10. 1 નાની ચમચી રાઈ
  11. 6-7 કઢીપત્તા
  12. 3 લીલા મરચાં
  13. 1/2 ઇંચ પીસેલું આદુ
  14. 5 કળી પીસેલું લસણ
  15. 4 પાવ
  16. ચટણી માટે:
  17. 3 મોટી ચમચી તલ
  18. 3 મોટી ચમચી નાળિયેરનો પાવડર
  19. 2 મોટી ચમચી સીંગદાણા
  20. 12-14 લસણની કળી
  21. 1 નાની ચમચી લાલ મરચું
  22. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. એક વાટકામાં બેસન, હળદર અને મીઠું લો અને બરાબર ભેળવો, જાડું મિશ્રણ બનાવવા માટે પૂરતું પાણી નાખો અને બાજુ પર મૂકી દો. એક અલગ વાટકામાં બાફેલા બટાકાને ચોળી લો.
  2. એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેલ પૂરતું ગરમ થાય પછી તેમાં રાઈનો વઘાર કરો, તેમાં કઢીપત્તા, સમારેલા લાલ મરચાં, છૂંદેલું આદુ અને લસણ નાખો અને 2 મિનિટ સુધી સાંતળો.
  3. આંચ પરથી ઉતારી લો અને ચોળેલા બટાકામાં હળદર નીખીને બરાબર ભેળવો. તેમાં તડકો, સમારેલા કોથમીર અને મીઠું નાખો અને બરાબર ભેળવો.
  4. બટાકાના મિશ્રણને છ આલગ-આલગ સરખા ભાગમાં વહેંચો અને ગોળ ગુલ્લા બનાવો. વડા તળવા માટે એક કઢાઇમાં તેલને મધ્યમ આંચ પર ગરમ કરો. તેલ ગરમ થઈ જાય ત્યારે બટાકાના ગુલ્લાને બેસનના મિશ્રણમાં બોળીને, સોનેરી પીળા રંગના થાય ત્યાં સુધી તળો.
  5. આ વડાને પાવ (બન) અને લાલ લસણની ચટણી સાથે પીરસો.
  6. લસણની ચટણી માટે: એક ગરમ કઢાઇમાં તલ, નાળિયેર અને સીંગદાણાને અલગ-અલગ સૂકા શેકી લો અને તેમને ઠંડા થવા માટે બાજુ પર મૂકી દો. તે જ કઢાઇમાં 1 નાની ચમચી તેલને ગરમ કરો અને છૂંદેલું લસણ નાખો, તેનો રંગ થોડો બદલાય ત્યાં સુધી સાંતળો. ગેસ બંધ કરો.
  7. જ્યારે બધું ઠંડુ થઈ જાય ત્યારે, બધું એક મિક્ષરમાં નાખો, તેમાં લાલ મરચું અને મીઠું નાખીને પીસી લો. તેને એક હવાબંધ બરણીમાં રાખો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર