વડા પાવ | Vada Pav Recipe in Gujarati

ના દ્વારા Afroz Shaikh  |  15th Feb 2016  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Vada Pav by Afroz Shaikh at BetterButter
વડા પાવby Afroz Shaikh
 • તૈયારીનો સમય

  60

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

2156

0

Video for key ingredients

  વડા પાવ

  વડા પાવ Ingredients to make ( Ingredients to make Vada Pav Recipe in Gujarati )

  • 2 બાફેલા બટાકા
  • તળવા માટે તેલ
  • મીઠું સ્વાદાનુસાર (મિશ્રણ બનાવવા માટે)
  • 1/4 નાની ચમચી હળદર (મિશ્રણ બનાવવા માટે)
  • 1 કપ ચાણાનો લોટ/ બેસન (મિશ્રણ બનાવવા માટે)
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 નાની ચમચી સમારેલા કોથમીર
  • 1 મોટી ચમચી તેલ
  • 1/2 નાની ચમચી હળદર
  • 1 નાની ચમચી રાઈ
  • 6-7 કઢીપત્તા
  • 3 લીલા મરચાં
  • 1/2 ઇંચ પીસેલું આદુ
  • 5 કળી પીસેલું લસણ
  • 4 પાવ
  • ચટણી માટે:
  • 3 મોટી ચમચી તલ
  • 3 મોટી ચમચી નાળિયેરનો પાવડર
  • 2 મોટી ચમચી સીંગદાણા
  • 12-14 લસણની કળી
  • 1 નાની ચમચી લાલ મરચું
  • મીઠું સ્વાદાનુસાર

  How to make વડા પાવ

  1. એક વાટકામાં બેસન, હળદર અને મીઠું લો અને બરાબર ભેળવો, જાડું મિશ્રણ બનાવવા માટે પૂરતું પાણી નાખો અને બાજુ પર મૂકી દો. એક અલગ વાટકામાં બાફેલા બટાકાને ચોળી લો.
  2. એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેલ પૂરતું ગરમ થાય પછી તેમાં રાઈનો વઘાર કરો, તેમાં કઢીપત્તા, સમારેલા લાલ મરચાં, છૂંદેલું આદુ અને લસણ નાખો અને 2 મિનિટ સુધી સાંતળો.
  3. આંચ પરથી ઉતારી લો અને ચોળેલા બટાકામાં હળદર નીખીને બરાબર ભેળવો. તેમાં તડકો, સમારેલા કોથમીર અને મીઠું નાખો અને બરાબર ભેળવો.
  4. બટાકાના મિશ્રણને છ આલગ-આલગ સરખા ભાગમાં વહેંચો અને ગોળ ગુલ્લા બનાવો. વડા તળવા માટે એક કઢાઇમાં તેલને મધ્યમ આંચ પર ગરમ કરો. તેલ ગરમ થઈ જાય ત્યારે બટાકાના ગુલ્લાને બેસનના મિશ્રણમાં બોળીને, સોનેરી પીળા રંગના થાય ત્યાં સુધી તળો.
  5. આ વડાને પાવ (બન) અને લાલ લસણની ચટણી સાથે પીરસો.
  6. લસણની ચટણી માટે: એક ગરમ કઢાઇમાં તલ, નાળિયેર અને સીંગદાણાને અલગ-અલગ સૂકા શેકી લો અને તેમને ઠંડા થવા માટે બાજુ પર મૂકી દો. તે જ કઢાઇમાં 1 નાની ચમચી તેલને ગરમ કરો અને છૂંદેલું લસણ નાખો, તેનો રંગ થોડો બદલાય ત્યાં સુધી સાંતળો. ગેસ બંધ કરો.
  7. જ્યારે બધું ઠંડુ થઈ જાય ત્યારે, બધું એક મિક્ષરમાં નાખો, તેમાં લાલ મરચું અને મીઠું નાખીને પીસી લો. તેને એક હવાબંધ બરણીમાં રાખો.

  Reviews for Vada Pav Recipe in Gujarati (0)

  શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો