હોમ પેજ / રેસિપી / પાવ ભાજી

Photo of Pav bhaji by Nandita Shyam at BetterButter
9147
843
4.4(0)
3

પાવ ભાજી

Feb-17-2016
Nandita Shyam
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. ભાજી માટે-
  2. બટર - 3 મોટી ચમચી
  3. કાંદો - ૧ મોટો, બારીક કાપેલો
  4. આદુ-લસણની પેસ્ટ - ૧ નાની ચમચી
  5. બટાટા - બે મોટા, છાલ કાઢેલા અને ચોરસ ટુકડા કરેલા
  6. ગાજર - ૧, લાબું, છાલ કાઢેલું અને ચોરસ ટુકડા કરેલા
  7. ફણસી - ૧૦, કાપેલી
  8. ફુલાવર - લગભગ ૧૨-૧૫ ફૂલ
  9. વટાણા - ૧/૨ કપ
  10. શિમલા મરચાં - ૧ નાનું, બારીક કાપેલું
  11. N/A
  12. મીઠું સ્વાદાનુસાર
  13. સાકર - ૧/૨ નાની ચમચી
  14. હળદર - ૧/૪ નાની ચમચી
  15. લાલ મરચું પાવડર - ૧ નાની ચમચી
  16. પાવ ભાજી મસાલો - ૧ મોટી ચમચી
  17. કાળું મીઠું - ૧/૨ નાની ચમચી
  18. સજાવવા માટે કોથમીર
  19. પાવ માટે:
  20. ૮-૧૦ લાદી પાવ
  21. પાવ શેકવા માટે બટર
  22. પાવ ભાજી મસાલો - (ઇચ્છિક)
  23. પીરસવા માટે:
  24. એલ મોટો કાંદો - બારીક કાપેલો
  25. સજાવવા માટે કોથમીર - ૧ મોટી ચમચી
  26. લીંબુ - ૨ ટુકડા કરેલા

સૂચનાઓ

  1. ભાજી માટે
  2. જાડાં તળિયાવાળા પૅનમાં બટર ગરમ કરો અને કાપેલા કાંદા ઉમેરો. એકવાર તે પારદર્શક થઇ જાય તો, તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને તેની કાચી વાસ ઉડી જાય ત્યાં સુધી તળો.
  3. બટાટા, ગાજર, ફણસી અને વટાણા ઉમેરી અને તેઓ નરમ થાય ત્યાં સુધી તળો.
  4. ફુલાવર, કાપેલા શિમલા મરચાં, મીઠું, સાકર, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરી ૩-૪ મિનિટ થી વધારે સાંતળો.
  5. કાપેલા ટમાટર અને ટમાટર પ્યુરી ઉમેરી સારી રીતે ભેળવો, અઢી કપ પાણી ઉમેરો અને બધી શાકભાજી ચડી જાય ત્યાં સુધી ઢાંકીને સંપૂર્ણરીતે ચડવા દો.
  6. બટાટાના દાબડાથી મિશ્રણને છૂંદો. પાવભાજી મસાલો અને કાળું મીઠું ઉમેરો અને થોડું વધારે છૂંદો.
  7. વધુ ૫ મિનિટ માટે ભાજીને ઉકળવા દો. જો તમને લાગે મિશ્રણ જાડું છે તો પછી તેમાં અડધો કપ પાણી નાખો અને મિશ્રણને બે મિનિટ વધુ ચડવા દો.
  8. કોથમીરથી સજાવો અને શેકેલા પાવ સાથે પીરસો.
  9. પાવ માટે:
  10. પાવને વચ્ચેથી ઊભાં કાપી અને પાવની અંદરની બાજુ પર સારી માત્રામાં બટર લગાવો.
  11. પહેલાથી ગરમ કરેલા તવા પર બટર લગાવેલ પાવ નીચેની તરફ મૂકો અને બ્રાઉન અને કડક થાય ત્યાં સુધી શેકો.
  12. પાવને ફેરવો અને અન્ય બાજુ પણ શેકો. જો જરૂર હોય તો વધુ બટરનો ઉપયોગ કરો.
  13. પીરસવા માટે:
  14. એક પ્લેટમાં એક કપ ભાજી, બે શેકેલા પાવ, કાપેલા કાંદા અને લીંબુના ટુકડા ગોઠવો.
  15. જો જરૂર હોય તો ભાજી પર વધારાનો બટર અને પાવ ભાજી મસાલો નાખો અને કોથમીરથી સજાવો અને તરત જ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર