પાવ ભાજી | Pav bhaji Recipe in Gujarati

ના દ્વારા Nandita Shyam  |  17th Feb 2016  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Pav bhaji by Nandita Shyam at BetterButter
પાવ ભાજીby Nandita Shyam
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  4

  લોકો

5614

0

Video for key ingredients

  પાવ ભાજી

  પાવ ભાજી Ingredients to make ( Ingredients to make Pav bhaji Recipe in Gujarati )

  • ભાજી માટે-
  • બટર - 3 મોટી ચમચી
  • કાંદો - ૧ મોટો, બારીક કાપેલો
  • આદુ-લસણની પેસ્ટ - ૧ નાની ચમચી
  • બટાટા - બે મોટા, છાલ કાઢેલા અને ચોરસ ટુકડા કરેલા
  • ગાજર - ૧, લાબું, છાલ કાઢેલું અને ચોરસ ટુકડા કરેલા
  • ફણસી - ૧૦, કાપેલી
  • ફુલાવર - લગભગ ૧૨-૧૫ ફૂલ
  • વટાણા - ૧/૨ કપ
  • શિમલા મરચાં - ૧ નાનું, બારીક કાપેલું
  • મીઠું સ્વાદાનુસાર
  • સાકર - ૧/૨ નાની ચમચી
  • હળદર - ૧/૪ નાની ચમચી
  • લાલ મરચું પાવડર - ૧ નાની ચમચી
  • પાવ ભાજી મસાલો - ૧ મોટી ચમચી
  • કાળું મીઠું - ૧/૨ નાની ચમચી
  • સજાવવા માટે કોથમીર
  • પાવ માટે:
  • ૮-૧૦ લાદી પાવ
  • પાવ શેકવા માટે બટર
  • પાવ ભાજી મસાલો - (ઇચ્છિક)
  • પીરસવા માટે:
  • એલ મોટો કાંદો - બારીક કાપેલો
  • સજાવવા માટે કોથમીર - ૧ મોટી ચમચી
  • લીંબુ - ૨ ટુકડા કરેલા

  How to make પાવ ભાજી

  1. ભાજી માટે
  2. જાડાં તળિયાવાળા પૅનમાં બટર ગરમ કરો અને કાપેલા કાંદા ઉમેરો. એકવાર તે પારદર્શક થઇ જાય તો, તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને તેની કાચી વાસ ઉડી જાય ત્યાં સુધી તળો.
  3. બટાટા, ગાજર, ફણસી અને વટાણા ઉમેરી અને તેઓ નરમ થાય ત્યાં સુધી તળો.
  4. ફુલાવર, કાપેલા શિમલા મરચાં, મીઠું, સાકર, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરી ૩-૪ મિનિટ થી વધારે સાંતળો.
  5. કાપેલા ટમાટર અને ટમાટર પ્યુરી ઉમેરી સારી રીતે ભેળવો, અઢી કપ પાણી ઉમેરો અને બધી શાકભાજી ચડી જાય ત્યાં સુધી ઢાંકીને સંપૂર્ણરીતે ચડવા દો.
  6. બટાટાના દાબડાથી મિશ્રણને છૂંદો. પાવભાજી મસાલો અને કાળું મીઠું ઉમેરો અને થોડું વધારે છૂંદો.
  7. વધુ ૫ મિનિટ માટે ભાજીને ઉકળવા દો. જો તમને લાગે મિશ્રણ જાડું છે તો પછી તેમાં અડધો કપ પાણી નાખો અને મિશ્રણને બે મિનિટ વધુ ચડવા દો.
  8. કોથમીરથી સજાવો અને શેકેલા પાવ સાથે પીરસો.
  9. પાવ માટે:
  10. પાવને વચ્ચેથી ઊભાં કાપી અને પાવની અંદરની બાજુ પર સારી માત્રામાં બટર લગાવો.
  11. પહેલાથી ગરમ કરેલા તવા પર બટર લગાવેલ પાવ નીચેની તરફ મૂકો અને બ્રાઉન અને કડક થાય ત્યાં સુધી શેકો.
  12. પાવને ફેરવો અને અન્ય બાજુ પણ શેકો. જો જરૂર હોય તો વધુ બટરનો ઉપયોગ કરો.
  13. પીરસવા માટે:
  14. એક પ્લેટમાં એક કપ ભાજી, બે શેકેલા પાવ, કાપેલા કાંદા અને લીંબુના ટુકડા ગોઠવો.
  15. જો જરૂર હોય તો ભાજી પર વધારાનો બટર અને પાવ ભાજી મસાલો નાખો અને કોથમીરથી સજાવો અને તરત જ પીરસો.

  Reviews for Pav bhaji Recipe in Gujarati (0)

  શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો