ઉપમા | Upma Recipe in Gujarati

ના દ્વારા Chandrima Sarkar  |  28th Jul 2015  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Upma by Chandrima Sarkar at BetterButter
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  3

  લોકો

3513

0

ઉપમા વાનગીઓ

ઉપમા Ingredients to make ( Ingredients to make Upma Recipe in Gujarati )

 • રવો (શેકેલો) -૧ કપ
 • કાંદા (મધ્યમ કદના)- ૧ (બારીક કાપેલા)
 • લીલા મરચાં - ૧-૨ (બારીક કાપેલા)
 • કાજુ - ૨ મોટી ચમચી
 • બાફેલા બટાટા - ૧ મધ્યમ કદનું (નાના ચોરસ ટુકડા કરેલા)
 • સાકર - ૧ નાની ચમચી (જોઈએ તો જ)
 • વનસ્પતિ તેલ - ૨ મોટી ચમચી
 • મીઠું
 • વઘાર માટે - ચણા દાળ - ૨ મોટી ચમચી
 • અડદ દાળ -૧ નાની ચમચી
 • કાળી રાઈ-૧/૨ નાની ચમચી
 • જીરું - ૧/૨ નાની ચમચી
 • કડીપત્તા- ૨ ડાળખી

How to make ઉપમા

 1. એક તળવાના સૂકા પૅનમાં કાજુને મધ્યમ તાપે વધુ બ્રાઉન રંગના થાય ત્યાંસુધી એક અથવા બે મિનિટ માટે શેકી લો. કાઢી અને બાજુ પર રાખો.
 2. તેલ ગરમ કરો, વઘાર માટે બતાવેલ બધી જ સામગ્રીઓ આમ ઉમેરો. હવે કાપેલા કાંદા ઉમેરો, મધ્યમ તાપે હલકા બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. રવો, ચોરસ ટુકડા કરેલા બટાટા, મીઠું અને લીલા મરચાં ઉમેરો. સારી રીતે ભેળવો, ૧/૪ કપ પાણી ઉમેરી, થોડું હલાવો. ધીમા તાપે ચડવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહો. થોડી મિનિટ પછી ફરી થોડું પાણી છાંટો.
 3. કાજુ અને સાકર ઉમેરો. રવો નરમ થાય ત્યાં સુધી તેની ભેળવો અને ચડવા દો. અંતે તમને મિશ્રણ એક નરમ અને ભેજવાળું મળશે, હવે તમારા ઉપમા તૈયાર છે. તાપમાંથી કાઢો. તરત જ પીરસો.

My Tip:

તમે આને તમારી પસંદની નારિયેળની ચટણી અથવા કોઈપણ અથાણાં સાથે લઈ શકો છો.

Reviews for Upma Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો