મમરા ની ચટપટી | Mamara ni chatapati Recipe in Gujarati

ના દ્વારા Jigisha Jayshree  |  12th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Mamara ni chatapati recipe in Gujarati, મમરા ની ચટપટી, Jigisha Jayshree
મમરા ની ચટપટીby Jigisha Jayshree
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

4

0

મમરા ની ચટપટી વાનગીઓ

મમરા ની ચટપટી Ingredients to make ( Ingredients to make Mamara ni chatapati Recipe in Gujarati )

 • ૨00 ગ્રામ મમરા
 • ૧ બટકો
 • ૧ પ્યાજ
 • ૧ ચમચો શેકેલી શીંગ
 • ૪ લીલું મરચું
 • ૨ ચમચા તેલ
 • મીઠો લીમડો
 • ૧ નાની ચમચી રાય અથવા જીરૂ
 • લીંબુ નો રસ ,મીઠું, ખાંડ સ્વાદ પ્રમાણે
 • ટામેટું
 • નાની ચમચી હળદર
 • ૨ નાની ચમચી લાલ મરચું પાવડર

How to make મમરા ની ચટપટી

 1. એક મોટા વાસણ માં મમરા ને પાણી માં પલાળી ને ૧0 મિનિટ રાખવા
 2. પછી ચારણી માં નાંખી ને પાણી નિતારી લેવું
 3. એક કઢાઈ માં તેલ ગરમ થવા મૂકવું. પછી તેમાં રાઈ કે જીરૂ નાખી ચાટકાવવું. મીઠો લીમડો નાખવો.
 4. પછી તેમાં શીંગ નાખી ને લાલ થવા દેવી.
 5. પછી બારીક કાપેલા પ્યાજ અને બટાકો નાખી ને ચડવા દેવું.
 6. હવે લીલાં મરચાં કાપી ને નાંખવા
 7. થોડા ચઢી જાય તો ઉપર બતાવેલ સામગ્રી નાખી ને હલાવવું.
 8. પછી મમરા નાખી ને હલાવવું કોથમીર થી સજાવી નેં ગરમાં ગરમ પરોસવું.

My Tip:

આમાં તમે ચાહો તે મસાલા નાંખી ને પણ બનાવી શકો છો

Reviews for Mamara ni chatapati Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો