BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Cheese burst pudla

Photo of Cheese burst pudla by Dharmistha Kholiya at BetterButter
0
7
5(1)
0

Cheese burst pudla

Jun-14-2018
Dharmistha Kholiya
25 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. પુડલા બેટર બનાવા ની સામગ્રી
  2. 1 કપ ચણા નો લોટ
  3. 1 કપ ઓટ્સ નો ભુક્કો
  4. 1 કપ ઝીણી સમારેલી કોબી
  5. 1 કપ ઝીણા સમારેલા ટમેટા
  6. 1/2 કપ ઝીણા સમારેલા શિમલા મરચાં ( ઘોલર મરચું)
  7. 1/૪ કપ છીણેલું ગાજર
  8. 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર
  9. 1 નાની ચમચી ચીલી ફ્લૅક્સ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1 ગ્લાસ પાણી
  12. પૂરણ ની સામગ્રી
  13. 1 કપ નાના ટુકડા માં કાપેલી બ્રોકલી
  14. 1/2 કપ શિમલા મરચાં ના ટુકડા
  15. 1 નાની ચમચી ચીલી ફ્લૅક્સ
  16. 1 નાની ચમચી ઓરેગેનો
  17. 1 મોટો ચમચો ઓલિવ ઓઇલ
  18. મીઠું સ્વાદ મુજબ
  19. 8 નંગ ચીઝ સ્લાઈસ
  20. 1 કપ સોયા પનીર ના ટુકડા
  21. 2 મોટા ચમચા ઓલિવ ઓઇલ ( પુડલા શેકવા)

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલ માં પુડલા બેટર માં બતાવેલી બધી સામગ્રી એકઠી કરો.
  2. પાણી ઉમેરી ને ખીરું તૈયાર કરો.
  3. ઢાંકી ને 20 મિનિટ બાજુ પર રાખી દો.
  4. હોવી પુરણ બનવા માટે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.
  5. બ્રોકલી અને સિમલા મરચાં ના ટુકડા નાખીને હલાવી લો.
  6. મીઠું નાખીને મેળવી લો.
  7. હવે ધીમા તાપે ઢાંકણ લગાવીને પકાવો.
  8. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  9. 4 થી 5 મિનિટ પછી ચિલી ફ્લૅક્સ અને ઓરેગેનો નાખી ને મેળવી લો. પુડલા માટેનું પુરણ તૈયાર છે
  10. પુડલા બેટર ને બરાબર હલાવી લેશું.
  11. હવે નોનસ્ટિક પેન ને ગરમ કરો.
  12. થોડું તેલ લગાવીને 2 મોટા ચમચા જેટલું પુડલા બેટર નાખીને ચમચા થી ફેલાવી ને પુડલો બનાવી લો.
  13. ધીમા તાપ પર બંને બાજુ થોડું થોડું તેલ લગાવી શેકી લેશું.
  14. બંને બાજુ સરસ શેકાય જાય એટલે પુડલાની ઉપર અડધા ભાગ માં પુરણ પાથરીને ચીઝ અને પનીર ના ટુકડારાખો , પુડલાની વાળી ને પાછું બંને બાજુ થોડી સેંકેન્ડ માટે શેકી લેશું.
  15. તૈયાર છે ચીઝ બર્સ્ટ પુડલા
  16. નાના ટુકડા માં કાપીને કોઈ પણ ચટણી સાથે પીરસો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rani Soni
Jun-14-2018
Rani Soni   Jun-14-2018

Wah dear

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર