ચિલી મિલી ખાંડવી | Chilly Milly Khandvi Recipe in Gujarati

ના દ્વારા Dharmistha Kholiya  |  14th Jun 2018  |  
5 ત્યાંથી 3 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Chilly Milly Khandvi by Dharmistha Kholiya at BetterButter
ચિલી મિલી ખાંડવીby Dharmistha Kholiya
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

13

3

ચિલી મિલી ખાંડવી વાનગીઓ

ચિલી મિલી ખાંડવી Ingredients to make ( Ingredients to make Chilly Milly Khandvi Recipe in Gujarati )

 • ખાંડવી ના બેટર ની સામગ્રી
 • 1/2 કપ ચણાનો લોટ
 • 1 & 1/2 કપ છાશ
 • 1 નાની ચમચી આદુ-મરચાની પેસ્ટ
 • મીઠું જરૂર મુજબ
 • 1 ચપટી હળદર
 • ચિલી મિલી બનાવાની સામગ્રી
 • 1/4 કપ ઝીણી સમારેલી કોબી
 • 2 મોટા ચમચા ઝીણા સમારેલા શિમલા મરચાં
 • 2 મોટા ચમચા ઝીણા સમારેલા ગાજર
 • 1 નાની ચમચી સોયા સોસ
 • 1 નાની ચમચી રેડ ચિલી સોસ
 • 1 નાની ચમચી ગ્રીન ચિલી સોસ
 • 2 મોટા ચમચા ટમેટા સોસ
 • 1 નાની ચમચી તેલ
 • 2 મોટા ચમચા પાણી
 • 1/૨ નાની ચમચી મારી નો ભુક્કો
 • વઘાર ની સામગ્રી
 • 2 નાની ચમચી તેલ
 • 2 નાની ચમચી તલ
 • 2 મોટા ચમચા ઝીણી સમારેલી કોથમીર

How to make ચિલી મિલી ખાંડવી

 1. સૌપ્રથમ એક બાઉલ માં ખાંડવી બેટર ની બધી સામગ્રી એકઠી કરીને બરાબર મેળવી લઈશું.
 2. હવે બેટર ને નાના તપેલા માં કાઢી લઈશું.
 3. કુક્કર માં સ્ટેન્ડ રાખી ને દોઢ ગ્લાસ જેટલું પાણી નાખીશું.
 4. ખાંડવી બેટર નું તપેલું સ્ટેન્ડ પર રાખી દઈશું.
 5. તપેલા ને રકાબી અથવા ડીશ થી ઢાંકી દો જેથી કુક્કર નું પાણી તપેલા માં ના જાય.
 6. કુકર બંધ કરીને 8 થી 9 સીટી થાય ત્યાં સુધી પકાવીને ગેસ બંધ કરીદો.
 7. કુકર ઠંડુ થાય એટલે ખાંડવી નું મિશ્રણ મુકેલી તપેલી કાઢીને બરાબર હલાવો.
 8. હવે આ મિશ્રણ ને થાળી ઉલટી કરીને પાથરી દો.
 9. થાળી ને 10 મિનિટ ઠંડી થવા દો.
 10. થાળી ઠંડી પડે ત્યાં સુધી ચિલી મિલી બનાવી લો.
 11. એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.
 12. તેલ ગરમ થાય એટલે 1 મિનિટ કોબી, ગાજર અને શિમલા મરચાં ને સાંતળી લો.
 13. હવે બધા સોસ અને મરીનો ભુક્કો, પાણી નાખી ને બરાબર મેળવી લો.
 14. મીઠું નાખવાની જરૂર નથી કારણ કે બધા સોસ નાખવાથી મીઠા ની માત્રા બરાબર થય જાય છે.
 15. ગેસ બંધ કરીદો હવે ચિલી મિલી સ્પ્રેડ કરવા માટે તૈયાર છે.
 16. ખાંડવી ના મિશ્રણ પર ચિલી મિલી સ્પ્રેડ કરી દો.
 17. હવે ખાંડવી ના રોલ કરવા માટે 1 ઈંચ જેટલી જગ્યા રાખીને ઉભી લાઈન માં કાપા લગાવી દો.
 18. ખાંડવી ના રોલ વાળી લો.
 19. આવી રીતે બધા રોલ તૈયાર કરી લો.
 20. હવે વઘાર તૈયાર કરવા માટે વાઘરીયા માં તેલ ગરમ કરીને તલ નાખી ને તલ ફૂટે એટલે ગેસ બંધ કરી દો.
 21. ચાઇનીઝ સ્વાદ વાળી ખાંડવી બનાવી છે એટલે રાઇ કે લીમડા ની વઘાર માં જરૂર નથી.
 22. હવે ડીશ માં ખાંડવી રાખી ને ચમચી થી વઘાર રેડો.
 23. કોથમીર થી સજાવીને પીરસો.

My Tip:

ચિલી મિલી બનાવા માં લસણ અને ડુંગળી નો ઉપયોગ કરી શકો છો.

Reviews for Chilly Milly Khandvi Recipe in Gujarati (3)

Nidhi Pandya Mehta10 months ago

જવાબ આપવો

Rani Sonia year ago

:ok_hand::ok_hand::ok_hand::ok_hand::ok_hand:
જવાબ આપવો

Neelam Barota year ago

મજેદાર ... ખાંડવી નું નવું રૂપ :ok_hand::ok_hand::ok_hand::ok_hand:
જવાબ આપવો
Dharmistha Kholiya
a year ago
ખૂબ ખૂબ આભાર

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો