હોમ પેજ / રેસિપી / ભરેલી ચીઝી મગની દાળ ની ખાંડવી(પાટુડી)

Photo of Stuffed cheesy mung dal Khandvi by Krupa Shah at BetterButter
1114
7
0.0(0)
0

ભરેલી ચીઝી મગની દાળ ની ખાંડવી(પાટુડી)

Jun-17-2018
Krupa Shah
180 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલી ચીઝી મગની દાળ ની ખાંડવી(પાટુડી) રેસીપી વિશે

આ વાનગી મા ખાંડવી મગની દાળ ને વાટી ને બનાવી છે. અને ચટપટું વર્મિસેલી, ગાજર અને કોબીજ ના ભરણ અને સાથે ચીઝ પણ લીધી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ધોઈ ને ૩-૪ કલાક પલાળેલી મગની દાળ
  2. ૧/૨ કપ દહીં
  3. ૩-૪ લીલા મરચાં
  4. ૧" આદું નો ટુકડો
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. હળદર ૧/૪ નાની ચમચી
  7. હીંગ ૧/૪ નાની ચમચી
  8. ચટપટું ભરણ બનાવવા માટે:
  9. વર્મિસેલી ૧/૨ કપ
  10. છીણેલું ગાજર ૧/૪ કપ
  11. ઝીણી સમારેલી કોબીજ ૧/૪ કપ
  12. ઝીણું છીણેલું લીલું નારિયેળ ૧/૪ કપ
  13. તેલ ૧ મોટો ચમચો
  14. રાઈ ૧/૨ નાની ચમચી
  15. હળદર ૧/૪ નાની ચમચી
  16. લાલ મરચું પાવડર ૧/૨ નાની ચમચી
  17. ધાણા જીરું પાઉડર ૧/૨ નાની ચમચી
  18. કીચન કિંગ મસાલો ૧/૨ નાની ચમચી
  19. સ્વાદ અનુસાર મીઠું
  20. ઝીણું છીણેલું ચીઝ ૧/૨ કપ ( ભારણ માં ન નાખવું, અલગ રાખવું)
  21. વઘાર માટે:
  22. તેલ ૧/૨ મોટો ચમચો
  23. રાઈ ૧/૨ નાની ચમચી
  24. તલ ૧/૨ નાની ચમચી
  25. મીઠા લીમડાનાં પાન ૬-૭
  26. સજાવટ માટે:
  27. કાપેલા ધાણા
  28. છીણેલું લીલું નારિયેળ

સૂચનાઓ

  1. પલાળેલી મગની દાળમાંથી પાણી કાઢી લો અને તેને મિક્સરમાં નાખી સાથે લીલા મરચાં અને આદું નાખી સાથે ૨-૩ મોટા ચમચા પાણી નાખી પીસી લો.
  2. દહીં ને ૧/૨ કપ પાણીમાં બરાબર ભેળવી લો.
  3. એક નોનસ્ટિક પેનમાં મગની દાળ નું મિશ્રણ, દહીં-પાણી નું મિશ્રણ, હીંગ, હળદર અને મીઠું નાખી લો.
  4. બધું બરાબર ભેળવી દો અને પછી ગેસ ચાલુ કરી લો.
  5. સતત ચમચાથી હલાવતાં રહેવું જેથી ચોંટી ન જાય અને ૩૫-૪૦ મીનીટ સુધી પકાવો.
  6. પાણી નો ભાગ બળી જાય ત્યાં સુધી પકાવો.
  7. પછી ગેસ બંધ કરી મિશ્રણ ને તેલ લગાવેલી થાળી પાછળ ફેલાવી દો. થોડી વાર માટે એમજ રાખવું.
  8. ભરણ બનાવવા માટે: વર્મિસેલી ને પાણી મા ૨ મીનીટ ઉકાળો ચડી જાય ત્યાં સુધી.
  9. પાણી ગાળીને ને ગરણી માં રાખી મૂકો
  10. એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડે એટલે તેમાં બધા સૂકા મસાલા નાખી લો.
  11. હવે એમાં ઉકાળેલી વર્મિસેલી, ગાજર, કોબીજ અને નારીયેળ નાખી લો.
  12. થોડી વાર માટે ચેળવી લો અને પછી આ મિશ્રણ ને ઠંડું થવા દો.
  13. ઠંડું થયેલું શાક નું મિશ્રણ ફેલાવેલા મગની દાળના મિશ્રણ પર ફેલાવી દો.
  14. હવે છીણેલું ચીઝ એના પર ફેલાવી દો. ૧૧/૨" ની દૂરી પર છરી વડે કાપા પાડી લો.
  15. હવે ખાંડવી વાળી લો. એક થાળીમાં સજાવી લો.
  16. વઘારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડે એટલે તલ અને મીઠા લીમડાના પાન નાખી તૈયાર ખાંડવી પર ફેલાવી દો.
  17. હવે ધાણા અને નારીયેળ નાખી સજાવી લો.
  18. લીલી ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર