હોમ પેજ / રેસિપી / દાલ પકવાન

Photo of Dal Pakwan by Rani Soni at BetterButter
942
2
0.0(0)
0

દાલ પકવાન

Jun-21-2018
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાલ પકવાન રેસીપી વિશે

દાલ પકવાન એ સિંધી વાનગી છે. વાર તહેવારોમાં તેમજ સવારના નાસ્તામાં બનાવાય છે

રેસીપી ટૈગ

  • આસાન
  • તહેવાર
  • સિંધી
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ ચણા દાળ
  2. 2 લીલા મરચા
  3. 1/2 ચમચી હળદર
  4. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  5. 1 /2 ચમચી ગરમ મસાલા
  6. 1 ચમચી જીરુ
  7. 1 ચમચી આમચુર પાવડર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. તેલ જરૂર મુજબ
  10. પકવાન બનાવવા માટે : 1 કપ મેંદો
  11. 1 ચમચી જીરૂ
  12. ઘી 1 ચમચી
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. ડીપ ફ્રાય માટે તેલ જરૂર મુજબ
  15. સર્વ કરવા માટે :
  16. 1 કાંદા સમારેલા
  17. 1 ટામેટું સમારેલા
  18. કોથમીર સમારેલ 1 ચમચી
  19. આમલી ની ચટણી 2 ચમચી
  20. ગ્રીન ચટણી 2 ચમચી
  21. સેવ 1 ચમચી

સૂચનાઓ

  1. ચણા દાળને ધોઈ 2 કલાક માટે પલાળી રાખો.
  2. કુકર માં દાળ,1 1/2 કપ પાણી, મીઠું, હળદર નાંખી 3 સીટી વગાડો.
  3. તેલને ગરમ કરી જીરૂ નાંખો.
  4. લીલું મરચું નાંખી વઘાર દાળમાં નાખો.
  5. ગરમ મસાલો ,આમચૂર પાઉડર નાંખી દાળ ને 1 મિનિટ ઉકાળો.
  6. કોથમીર નાખો દાળ તૈયાર છે.
  7. પકવાન માટે : લોટ માં જીરૂ, મીઠું, ઘી ઉમેરી પાણી થી સોફ્ટ કણક બાંધો.
  8. તેલને ગરમ કરવા મૂકો.
  9. કણકના લુઆ વાળી પાતળી પુરીઓ વણો.
  10. પુરી માં કાંટા વડે કાણા પાડી તેલમાં તળી લો.
  11. પકવાન તૈયાર છે.
  12. સર્વ કરવા : પકવાનને પ્લેટમાં લઈ તેના પર દાળ નાખો.
  13. આમલી ની ચટણી, લીલી ચટણી, કાંદા, ટામેટા ,કોથમીર, નાંખી અને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર