ચટપટા કપૂરીયા | Tangy Kapuriya (steamed mix flour balls) Recipe in Gujarati

ના દ્વારા Krupa Shah  |  22nd Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Tangy Kapuriya (steamed mix flour balls) by Krupa Shah at BetterButter
ચટપટા કપૂરીયાby Krupa Shah
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  4

  લોકો

3

0

ચટપટા કપૂરીયા વાનગીઓ

ચટપટા કપૂરીયા Ingredients to make ( Ingredients to make Tangy Kapuriya (steamed mix flour balls) Recipe in Gujarati )

 • ચોખા નો લોટ ૩/૪ કપ
 • ચણા ની દાળ નો લોટ ૧/૪ કપ
 • તુવેરની દાળ નો લોટ ૨ નાની ચમચી
 • પાણી ૨ કપ
 • અજમો ૧/૪ નાની ચમચી
 • આદું ની પેસ્ટ ૧ નાની ચમચી
 • લીલા મરચાં ની પેસ્ટ ૧ &૧/૨ નાની ચમચી
 • કાચા સિંગદાણા નો ભુક્કો ૨ મોટા ચમચા
 • શેકેલો જીરું પાઉડર ૧ નાની ચમચી
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • હળદર પાવડર ૧/૪ નાની ચમચી
 • તાજુ દહીં ૧ મોટો ચમચો
 • તેલ ૨ મોટા ચમચા
 • ઝીણું સમારેલું કોબીજ, ગાજર અને કેપ્સિકમ ૧ કપ
 • ચીલી ફ્લેક્સ ૧ નાની ચમચી
 • કન નાં વેલા પર નાં પાન આવશ્યકતા અનુસાર
 • સર્વ કરવા માટે:
 • કાચું તેલ
 • લીલી ચટણી

How to make ચટપટા કપૂરીયા

 1. એક નોનસ્ટિક પેનમાં પાણી ઉકાળવા મુકો.
 2. પાણી ઉકળે ત્યારે અજમો, આદું ની પેસ્ટ, લીલા મરચાં ની પેસ્ટ, સિંગદાણા નો ભૂક્કો, જીરું પાઉડર, મીઠું, હળદર પાવડર અને તેલ નાખી ૨ મીનીટ સુધી ઉકાળો.
 3. પછી ત્રણેય લોટ ઉમેરો અને બરાબર ભેળવી લો બધું. ધ્યાન રાખો કે ગઠ્ઠા ન થાય.
 4. પછી શાકભાજી ઉમેરો અને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી મિશ્રણ કિનારીઓ છોડી દે.
 5. હવે મિશ્રણ ને ઠંડું થવા દો.
 6. મિશ્રણ ઠંડુ પડે પછી એના નાના ચપટાં લુઆ બનાવી કપૂરીયા વાળી લો.
 7. કપૂરીયા ને હવે એક કાણા વાળી થાળીમાં કન ના પાન ની ઉપર મૂકી ૧૦-૧૨ મીનીટ માટે બાફી લો.
 8. તૈયાર કપૂરીયા ને કાચા તેલ અને લીલી ચટણી સાથે પીરસો.

Reviews for Tangy Kapuriya (steamed mix flour balls) Recipe in Gujarati (0)