હોમ પેજ / રેસિપી / ચટપટા કપૂરીયા

Photo of Tangy Kapuriya (steamed mix flour balls) by Krupa Shah at BetterButter
604
5
0.0(0)
0

ચટપટા કપૂરીયા

Jun-22-2018
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચટપટા કપૂરીયા રેસીપી વિશે

કપૂરીયા દક્ષિણ ગુજરાત નું એક પ્રખ્યાત વાનગી છે. આ વાનગી માં ત્રણ પ્રકારના લોટ વાપરવા માં આવે છે. આમાં થોડા શાકભાજી ઉમેરીને વધારે પોષ્ટીક બનાવીયા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચોખા નો લોટ ૩/૪ કપ
  2. ચણા ની દાળ નો લોટ ૧/૪ કપ
  3. તુવેરની દાળ નો લોટ ૨ નાની ચમચી
  4. પાણી ૨ કપ
  5. અજમો ૧/૪ નાની ચમચી
  6. આદું ની પેસ્ટ ૧ નાની ચમચી
  7. લીલા મરચાં ની પેસ્ટ ૧ &૧/૨ નાની ચમચી
  8. કાચા સિંગદાણા નો ભુક્કો ૨ મોટા ચમચા
  9. શેકેલો જીરું પાઉડર ૧ નાની ચમચી
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. હળદર પાવડર ૧/૪ નાની ચમચી
  12. તાજુ દહીં ૧ મોટો ચમચો
  13. તેલ ૨ મોટા ચમચા
  14. ઝીણું સમારેલું કોબીજ, ગાજર અને કેપ્સિકમ ૧ કપ
  15. ચીલી ફ્લેક્સ ૧ નાની ચમચી
  16. કન નાં વેલા પર નાં પાન આવશ્યકતા અનુસાર
  17. સર્વ કરવા માટે:
  18. કાચું તેલ
  19. લીલી ચટણી

સૂચનાઓ

  1. એક નોનસ્ટિક પેનમાં પાણી ઉકાળવા મુકો.
  2. પાણી ઉકળે ત્યારે અજમો, આદું ની પેસ્ટ, લીલા મરચાં ની પેસ્ટ, સિંગદાણા નો ભૂક્કો, જીરું પાઉડર, મીઠું, હળદર પાવડર અને તેલ નાખી ૨ મીનીટ સુધી ઉકાળો.
  3. પછી ત્રણેય લોટ ઉમેરો અને બરાબર ભેળવી લો બધું. ધ્યાન રાખો કે ગઠ્ઠા ન થાય.
  4. પછી શાકભાજી ઉમેરો અને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી મિશ્રણ કિનારીઓ છોડી દે.
  5. હવે મિશ્રણ ને ઠંડું થવા દો.
  6. મિશ્રણ ઠંડુ પડે પછી એના નાના ચપટાં લુઆ બનાવી કપૂરીયા વાળી લો.
  7. કપૂરીયા ને હવે એક કાણા વાળી થાળીમાં કન ના પાન ની ઉપર મૂકી ૧૦-૧૨ મીનીટ માટે બાફી લો.
  8. તૈયાર કપૂરીયા ને કાચા તેલ અને લીલી ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર