હોમ પેજ / રેસિપી / પાસ્તા સલાડ વિથ લેમન બટર મકાઈ

Photo of Pasta salad with lemon butter cob by Solanki Minaxi at BetterButter
693
5
0.0(0)
0

પાસ્તા સલાડ વિથ લેમન બટર મકાઈ

Jun-23-2018
Solanki Minaxi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાસ્તા સલાડ વિથ લેમન બટર મકાઈ રેસીપી વિશે

સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • આસાન
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. પાસ્તા સલાડ બનાવવા માટે:-
  2. ૧ ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ
  3. ૧ ટી સ્પૂન અધકચરુ વાટેલું લસણ
  4. ૧ કપ બાફેલા પાસ્તા
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ટેબલસ્પૂન મોટા કાપેલા કેપ્સીકમ
  7. ૭ થી ૮ પાલક ના નાનાં પાંદડા
  8. ૧ ટેબલસ્પૂન મોટા કાપેલા ટામેટા
  9. ૨ બ્રેડ
  10. સલાડ નુ ડ્રેસિંગ બનાવવા માટે:-
  11. ૧ ટી સ્પૂન ખાંડ
  12. ચપટી મીઠું
  13. ૧/૪ ટી સ્પૂન મરી પાવડર
  14. ૧/૨ ટી સ્પૂન અધકચરુ વાટેલું લસણ
  15. ૧ ટેબલસ્પૂન વિનેગર
  16. ૧ ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ
  17. લેમન બટર મકાઈ માટે:-
  18. ૧ બાફેલી અમેરિકન મકાઈ
  19. ૧ ટેબલસ્પૂન બટર
  20. ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
  21. મીઠું સ્વાદાનુસાર
  22. ૧/૨ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  23. ઓરેગાનો
  24. છીણેલું ચીઝ

સૂચનાઓ

  1. પેન માં તેલ ગરમ કરો તેમાં લસણ નાખો, લસણ ને સાંતળવા નું નથી, ખાલી ગરમ થાય એટલે તેમાં પાસ્તા નાખી ને મિક્સ કરી લો
  2. મીઠું, કેપ્સીકમ,ટામેટા અને પાલક નાખી મિક્સ કરી લો
  3. બાઉલ માં ડ્રેસિંગ ની સામગ્રી મિક્સ કરી લો
  4. અને આ મિશ્રણને પાસ્તા માં ઉમેરીને મિક્સ કરી લો
  5. જે પેન માં પાસ્તા બનાવ્યા એ જ પેન માં ૧ ટી સ્પૂન તેલ નાખી બ્રેડ ના ટુકડા ને સાતળી લો
  6. ક્રીસ્પી થાય ત્યાં સુધી સાંતળો
  7. જ્યારે સલાડ પીરસવા નું હોય ત્યારે પાસ્તા અને બ્રેડ ના ટુકડા મિક્સ કરી લેવા
  8. બાફેલી મકાઈ ને ગેસ પર થોડીક શેકી લો
  9. બટર ને ઓગાળી લો, તેમાં લીંબુનો રસ, મીઠું, ચીલી ફ્લેક્સ મિક્સ કરી લો
  10. અને મકાઈ પર લગાવી લો, મકાઈ પર ખમણેલું ચીઝ ભભરાવી દો અને ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ભભરાવો
  11. જે ડ્રેસિંગ વધે તેમા છીણેલું ગાજર અને કાકડી ઉમેરી સલાડ બનાવી લો
  12. આ પાસ્તા ગરમ અને ઠંડુ બંને રીતે ખાઇ શકાય છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર