હોમ પેજ / રેસિપી / જૈન સેવ પૂરી

Photo of Jain Sev Puri by Hetal Shah at BetterButter
0
1
0(0)
0

જૈન સેવ પૂરી

Jun-24-2018
Hetal Shah
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જૈન સેવ પૂરી રેસીપી વિશે

ડાયટ કોન્સિયસ લોકો માટે નાસ્તા માં ઓછી કેલોરીઝ વાળી સલાડ સેવ પૂરી...ટેસ્ટી... ક્રંચી...યમ્મી...સાંજ ની નાની ભૂખ નો જટપટ રસ્તો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 1

  1. ૭ સેવ પૂરી ની પૂરી
  2. બારીક સમારેલી કાકડી
  3. બારીક સમારેલા ટામેટા
  4. દાડમ નાં દાણા
  5. બાફેલી મકાઈ નાં દાણા
  6. તીખા સિંગ દાણા
  7. નાની વાટકી ખજૂર ની મીઠી ચટણી
  8. નાની વાટકી કોથમીર ની તીખી ચટણી
  9. મીઠું અને ચાટ મસાલો સ્વાદ મુજબ
  10. અડધું લીંબુ નો રસ
  11. બારીક ચણા નાં લોટ ની સેવ

સૂચનાઓ

  1. ડીશ માં પૂરી બાજુ બાજુ માં ગોઠવો
  2. તેના પર બારીક સમારેલી કાકડી, ટામેટા, દાડમ નાં દાણા, તીખા સીંગદાણા , બાફેલી મકાઈ નાં દાણા પાથરો
  3. ઉપર સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો , લીંબુ નો રસ છાટો
  4. હવે ખજૂર ની મીઠી ચટણી અને કોથમીર ની તીખી ચટણી બધી ભરેલી પૂરી પર ઉમેરો
  5. બારીક સેવ ભભરાવો
  6. જરૂર હોય તો બારીક સમારેલી કોથમીર થી સજાવી મસ્ત ચાટ નો આનંદ માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર