Photo of Idala by Dipika Ranapara at BetterButter
759
3
0.0(0)
0

ઇદડા

Jun-25-2018
Dipika Ranapara
480 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇદડા રેસીપી વિશે

ગુજરાતના પારંપારિક ફરસાણ જે બાફીને બનાવવામાં આવતાં હોવાને કારણે ખૂબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને પચવામાં હલકાં હોય છે  ઇદડા પૌષ્ટીક અને સ્વાદિષ્ટ ફરસાણ છે. ચા સાથે નાસ્તા માં બહૂ સ્વાદિષ્ટ વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 કપ કણકી
  2. 1કપ અડદ ની દાળ
  3. પાણી પ્રમાણસર
  4. દહી 1/2 કપ
  5. મીઠું પ્રમાણસર
  6. ચપટી સોડા
  7. વઘાર ની સામગ્રી
  8. 1ચમચો તેલ
  9. 1ચમચી રાઇ
  10. 1ચમચી તલ

સૂચનાઓ

  1. કણકી અને અડદ ની દાળ ને ધોઇ અલગ અલગ વાસણ માં પાણી નાખી આખી રાત પલાળી રાખો .
  2. બન્ને ને અલગ અલગ વાટી.
  3. હે બન્ને ને ભેગા કરી તેમાં દહી અને પ્રમાણસર પાણી રેડીને હલાવો.
  4. ઢાંકીને ગરમ જગ્યાએ આથો લાવવા માટે મૂકો.
  5. સ્ટીમર માં પાણી મૂકી ગરમ કરો.
  6. ખીરા માં મીઠું પ્રમાણસર નાખી બરાબર હલાવી લો .
  7. ચપટી સોડા નાખી બરાબર હલાવી લો.
  8. થાળી માં તેલ ચોપડી ખીરૂ રેડીને સ્ટીમર માં 10 મીનીટ માટે મૂકો.
  9. ઠંડા પડે એટલે કાપા પાડી લો .
  10. હવે , વઘારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઇ અને તલ ઉમેરી ઇદડા પર રેડો. અને હલાવી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર