BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પાલક ચીઝ સરપ્રાઇઝ બોલ્સ

Photo of Spinach Cheese Surprise Balls by Dhara Shah at BetterButter
0
8
0(0)
0

પાલક ચીઝ સરપ્રાઇઝ બોલ્સ

Jun-25-2018
Dhara Shah
8 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ચીઝ સરપ્રાઇઝ બોલ્સ રેસીપી વિશે

આ એક ખૂબ આસન અને બાળકો ની મનપસંદ રેસિપી છે જેમાં ચીઝ નો ઉપયોગ એક સરપ્રાઇઝ સામગ્રી તરીકે કર્યો છે અને બોલ્સ ના ઉપર ના લેયર માં પાલક નો ઉપયોગ થયો છે.

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ ઝૂડી પાલક
  2. ૮-૧૦ બ્રેડ સ્લાઈસ(ઘઉં ના લોટ ની)
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. સરપ્રાઈઝ સ્ટફિંગ માટે:
  5. ૨ ક્યૂબ ચીઝ
  6. ૧ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  7. ચપટી મીઠું
  8. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પાલક ને બ્લાંચ કરી એની થોડી જાડી પ્યોરી બનાવો.
  2. બ્રેડ સ્લાઈસ ને મિક્સર માં ક્રશ કરો.
  3. હવે બાઉલ માં એ બ્રેડ નો ભુક્કો લઈ એમાં પાલક ની પ્યોરી ધીરે ધીરે ઉમેરીને લોટ જેવું મિશ્રણ બનાવો.
  4. મિશ્રણ માંથી એક સરખા નાના બોલ્સ બનાવો.
  5. સ્ટફિંગ ની સામગ્રી પણ સરખી મિક્સ કરી એના નાના બોલ્સ બનાવો.
  6. હવે બ્રેડ ના એક એક બોલ લઈ એમાં સ્ટફિંગ ના એક એક બોલ્સ મૂકો અને ફરી થી કવર કરી બોલ્સ બનાવી સાઇડ માં રાખો.
  7. હવે પેન માં તેલ ગરમ કરવા મૂકો અને ગરમ થાય એટલે એમાં બોલ્સ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
  8. ટીસ્યું પેપર પર કાઢી લો.
  9. તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ એવા પાલક ચીઝ સરપ્રાઇઝ બોલ્સ, જેને તમે સનેક્સ માં સોસ સાથે સર્વ કરી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર